તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મોહાલીમાં ભારતના વિજયની બાઉન્ડ્રી

મોહાલીમાં ભારતના વિજયની બાઉન્ડ્રી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અશ્વિન,મેન ઓફ મેચ રવીન્દ્ર જાડેજા અને જયંત યાદવની સ્પિન ત્રિપુટીની ચુસ્ત બોલિંગ બાદ ઓપનર પાર્થિવ પટેલના અણનમ 67 રનની મદદથી ભારતે અહીં રમાયેલી ત્રીજી ક્રિકેટ ટેસ્ટ મેચના ચોથા દિવસે ઇંગ્લેન્ડને આઠ વિકેટે પરાજય આપીને પાંચ મેચની શ્રેણીમાં 2-0ની સરસાઇ મેળવી લીધી હતી. ઇંગ્લેન્ડનો બીજો દાવ 236 રનમાં સમેટાતાં ભારતને 103 રનનો આસાન લક્ષ્યાંક મળ્યો હતો. ભારતે 20.2 ઓવરમાં બે વિકેટે 104 રન બનાવીને વિજય હાંસલ કરીને મોહાલીમાં વિજયની બાઉન્ડ્રી ફટકારી દીધી હતી. ભારત મોહાલીમાં છેલ્લા 22 વર્ષથી અપરાજેય રહ્યું છે અને સિલસિલાને જારી રાખ્યો છે. કોહલીબ્રિગેડે મોહાલીમાં ભારતીય ટીમના વિજયનો ચોગ્ગો પણ ફટકાર્યો હતો. ભારતે અહીંની છેલ્લી ત્રણ મેચમાં ઓસ્ટ્રેલિયાને બે વખત તથા દ.આફ્રિકાને એક વખત હરાવ્યું હતું. ભારતે વખતે મોહાલીમાં ઇંગ્લેન્ડને પરાજય આપ્યો હતો.

રુટતથા હમીદની અડધી સદી | મેચનાચોથા દિવસે જોઇ રુટ (78) તથા હસીબ હમીદ (અણનમ 59)ને બાદ કરતાં ઇંગ્લેન્ડના અન્ય બેટ્સમેન ભારતના બોલર્સનો સામનો કરવામાં ફ્લોપ રહ્યા હતા. આંગળીએ થયેલી ઇજાના કારણે હમીદ નીચલા ક્રમે બેટિંગમાં આવ્યો હતો અને તેણે શ્રેણીમાં બીજી અડધી સદી નોંધાવી હતી. લંચ સુધીમાં ઇંગ્લિશ ટીમ સાત વિકેટે 157 રન બનાવી શકી હતી.

શમીનાબાઉન્સરની કમાલ | ઝડપીબોલર મોહમ્મદ શમીએ લંચ બાદ પોતાના ઘાતક બાઉન્સર વડે ઇંગ્લેન્ડની નીચલી હરોળના બેટ્સમેનોને પરેશાન કર્યા હતા. વોકિસ (30) શમીએ 143 કિલોમીટરની ઝડપે ફેંકેલા બાઉન્સરને રમી શક્યો નહોતો અને તે પાર્થિવના હાથે કેચઆઉટ થયો હતો. શમીએ 143.4ની કિલોમીટરની ઝડપે બાઉન્સર ફેંકીને રશીદ (0)ને આઉટ કર્યો હતો. રશિદ પાસે હુક શોટ રમ્યા સિવાય કોઇ ચારો નહોતો

અને તે યાદવને કેચ આપી બેઠો હતો.

અન્ય સમાચારો પણ છે...