• Gujarati News
  • National
  • વાંસોજનાં 18 વર્ષનાં યુવાન સાથે પ્રૌઢે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું

વાંસોજનાં 18 વર્ષનાં યુવાન સાથે પ્રૌઢે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિવનીએક હોટલમાં નોકરી કરતા વાંસોજનાં યુવાન પર ઘોઘલાનાં એક આઘેડે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યાની ફરિયાદ નોંધાઇ છે. જેમાં યુવાન રાત્રે 10 વાગ્યે નોકરીએથી ઘેર જતો હતો ત્યારે આઘેડે તેને પોતાની બાઇક પર ચેક પોસ્ટ સુધી ઉતારી દેવાનું કહીને બેસાડ્યો હતો અને બાદમાં એક મકાનમાં લઇ ગયો હતો. જ્યાં તેણે યુવાનને છરી દેખાડીને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યું હતું.

પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, દિવની એક હોટલમાં નોકરી કરતો વાંસજનો એક 18 વર્ષીય યુવાન ગઇકાલે રાત્રે 10 વાગ્યે નોકરી પૂરી કરીને પોતાને ઘેર વાંસોજ જવા નિકળ્યો હતો. વખતે ઘોઘલાનો શાંતિલાલ દેવા બારૈયા (ઉ. 50) નામનો અાઘેડ શખ્સ પોતાની મોટરસાઇકલ પર તેની પાસે આવ્યો હતો. અને પૂછ્યું, ક્યાં જવું છે યુવાને વાંસોજ જવાનું કહેતાં શાંતિલાલે તેને કહ્યું, મારી મોટરસાઇકલમાં બેસી જા મારે પણ એજ રસ્તે જવું છે. તને ગુજરાત ચેક પોસ્ટ સુધી લઇ જઇશ. ત્યાંથી તું વાંસોજ જતો રહેજે. મુજબ યુવાન તેની સાથે બેઠો. એટલે શાંતિલાલ તેને પરબારો દિવનાં માછીવાડા વિસ્તારમાં કિરણ ગેસ્ટ હાઉસ પાછળનાં એક મકાનમાં લઇ ગયો હતો. અને ત્યાં તેને ચાકુ દેખાડી સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હતું. બાદમાં તેને ધાક ધમકી આપી કોઇને કહેશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવને પગલે પોલીસે શાંતિલાલ દેવા બારૈયાની ધરપકડ કરી તેની સામે આઇપીસીની કલમ 377, 506(2) મુજબ, ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવથી પંથકમાં ચકચાર પ્રસરી છે.

અન્ય સમાચારો પણ છે...