તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સરકાર અને ન્યાયતંત્ર ફરી આમને સામને

સરકાર અને ન્યાયતંત્ર ફરી આમને-સામને

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૂળભૂત હક સાથે સમજૂતી ના થઇ શકે: CJI

શાસનનું કામ ચૂંટાયેલા લોકો પાસે રહેવું જોઇએ: મંત્રી

કેન્દ્રસરકાર અને ન્યાયતંત્ર રવિવારે ફરીવાર આમને-સામને જોવા મળ્યા હતા. કાયદા દિવસ પ્રસંગે આયોજિત એક કાર્યક્રમમાં કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું કે શાસનનું કામ તેમની પાસે રહેવું જોઇએ, જેઓ શાસન માટે ચૂંટાયેલા છે. જેના જવાબમાં ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ કહ્યું કે નાગરિકોના મૂળભૂત અધિકારો સાથે કોઇ સમજૂતી ના થઇ શકે. એક દિવસ પહેલા શનિવારે પણ કેન્દ્રીય કાયદા રાજ્ય મંત્રી પીપી ચૌધરી અને સીજેઆઈ આમને-સામને હતા.

રવિશંકર પ્રસાદે કર્યું કે,‘જાહેર હિતની અરજીઓ ગરીબોને ન્યાય અપાવે છે, પણ તે શાસન અને સરકારનો વિકલ્પ ના બનવી જોઇએ. કાયદો બનાવવાનો અધિકાર તેમની પર છોડવો જોઇએ, જેઓ તેના માટે ચૂંટાયેલા છે. મંત્રીએ કહ્યું કે ન્યાયતંત્રની સ્વતંત્રતા મહત્વપૂર્ણ છે પણ ન્યાયિક જવાબદેયિતા, શુચિતા, પ્રામાણિકતા અને શિષ્ટાચાર પણ તેટલો જરૂરી છે. ન્યાયતંત્રના મામલે જવાબદેયિતા અદ્રશ્ય છે. બેદરકારીપૂર્ણ આરોપ ના લાગવા જોઇએ અથવા તેની પર ધ્યાન ના આપવું જોઇએ.

પ્રસાદના જવાબમાં ચીફ જસ્ટિસે કહ્યું કે સુપ્રીમ કોર્ટ બંધારણિય સાર્વભૌમત્વમાં વિશ્વાસ કરે છે અને તેનું પાલન કરે છે. સ્વતંત્ર ન્યાયપાલિકાને ન્યાયિક સમીક્ષાની શક્તિ સાથે સંતુલન સ્થાપિત કરવા માટે અંતિમ સંરક્ષકની શક્તિ અપાઇ છે. જેથી સરકારો પોતાના દાયરામાં રહીને કામ કરે.

અન્ય સમાચારો પણ છે...