તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજન્સી | બ્રિસબેન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજન્સી | બ્રિસબેન

બોલર્સનાશિસ્તબદ્ધ પ્રદર્શન બાદ બંને ઓપનર ડેવિડ વોર્નર તથા કેમરુન બેનક્રોફ્ટની અણનમ અડધી સદીની મદદથી ઓસ્ટ્રેલિયા એશિઝ ક્રિકેટ શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે વિજય મેળવવાથી માત્ર 56 રન દૂર રહી ગયું હતું. ઓસ્ટ્રેલિયાએ 170 રનના ટાર્ગેટને ચેઝ કરતાં રવિવારે ચોથા દિવસની રમતના અંતે વિના વિકેટે 114 રન બનાવી લીધા હતા. વોર્નર અને બેનક્રોફ્ટે 34 ઓવરમાં પ્રથમ વિકેટ માટે 114 રનની અણનમ ભાગીદારી નોંધાવી હતી. સ્ટમ્પના સમયે વોર્નર 60 તથા બેનક્રોફ્ટ 51 રને રમી રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...