તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ટ્રમ્પના જમાઈ કશનરની મનમાનીના દિવસો ગયા

ટ્રમ્પના જમાઈ કશનરની મનમાનીના દિવસો ગયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
} શેરોન લાફ્રેનિએર, મેગી હર્બરમેન, પીટર બેકર

અમેરિકનરાષ્ટ્રપતિડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળની શરૂઆતમાં વરિષ્ઠ સ્ટાફની એક બેઠકમાં ત્યારના વ્હાઇટ હાઉસ સ્ટાફ પ્રમુખ રાઇન્સ પ્રિબસે ટ્રમ્પના જમાઈ જેયર્ડ કશનરને તદ્દન સરળ પ્રશ્ન પૂછ્યો કે તેનો નવનિર્મિત વિભાગ ‘અમેરિકન ઇનોવેશન’ કરે છે શું? ત્યાં હાજર લોકોના મતે કશનરે એવું કહીને તેમને ટાળવાનો પ્રયત્ન કર્યો કે તેમને કે તેમના સહાયકોને કોઈ રકમ ચૂકવાતી નથી અથવા તો વધીને નગણ્ય ખર્ચ થાય છે. આવું કહીને સામું પૂછ્યું, ‘તમે શાને ચિંતા કરો છો?’ આમ કહીને અપશબ્દોનો વાપર્યા.

પ્રિબસે કહ્યું, ‘સારું, તમને જે ઠીક લાગે કરો છો.’ પ્રારંભે ખૂબ ઓછા લોકો કશનરના કામમાં દખલગીરી કરવાની હિંમત કરતા પરંતુ આજે 10 મહિના પછી સંઘીય સરકારની જુનવાણી થઈ ગયેલી ટેક્નોલૉજીથી માંડીને મધ્ય-પૂર્વમાં શાંતિ સુધી દરેક મુદ્દે છૂટો દૌર આપવાના દિવસો ગયા અને કશનરની મનમાનીનો સમય પૂરો થયો. ટ્રમ્પના જમાઈ અને વરિષ્ઠ સલાહકાર કશનર, જે દરેક બેઠક અને દરેક તસવીરમાં દેખાઈ આવતા, હમણાંથી જાહેર સ્તરે લગભગ ગાયબ છે. અમુક લોકોના મતે તે પડદા પાછળની મર્યાદિત ભૂમિકાઓ સંભાળે છે. તેઓ હજી પણ ઇઝરાઇલ અને પેલેસ્ટાઇનની વચ્ચેનો સંઘર્ષ ઘટાડવાની યોજના પર ઝડપી કામ કરી રહ્યા છે. સિવાય સરકારની ટેક્નોલૉજીને લગતી જરૂરિયાતો પર ફોકસ કરવાનું કહેવાયું છે, પણ અમર્યાદ સત્તાવાળા રાષ્ટ્રપતિન ખાસ માણસ તરીકે ગણતરી નથી થતી.

વ્હાઇટ હાઉસના નવા સ્ટાફ પ્રમુખ જૉન એફ કેલી પોતાના પૂર્વવર્તીઓથી વધારે કઠક સાબિત થયા છે. રિટાયર્ડ ચાર સિતારા જનરલે જુલાઈમાં પદ સંભાળ્યા પછી અરાજક વ્હાઇટ હાઉસમાં વ્યવસ્થા બહાલ કરી છે. પોતાના સહયોગીઓને તેમણે સ્પષ્ટ કહી દીધું છે કે, ‘જેયર્ડ મારી નીચે કામ કરે છે.’ રાષ્ટ્રપતિના ત્રણ સલાહકારોના મતે તેમણે કશનર અને તેમની પત્ની ઇવાંકા ટ્રમ્પને રાષ્ટ્રપતિના કાર્યાલય, ઓવલ ઑફિસ અને એક્ઝિક્યુટિવ કચેરીઓવાળી ‘વેસ્ટ વિંગ’માંથી વર્ષાન્ત સુધીમાં વિદાય કરી દેવા મુદ્દે પણ ચર્ચા કરી લીધી છે. જોકે, તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં તેમણે વાતને રદીયો આપતા કહ્યું કે અમેરિકન ઇનોવેશન કાર્યાલયે પોતાનું મહત્ત્વ સાબિત કરી આપ્યું છે. વ્હાઇટ હાઉસ દ્વારા ફોરવર્ડ કરવામાં આવેલા મેલમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે તેઓ હજી પણ કશનર પર નિર્ભર છે, ‘જેયર્ડ ઇઝરાઇલ-પેલેસ્ટાઇન વચ્ચે શાંતિ સ્થાપવા માટે સખત મહેનત કરી રહ્યો છે અને હું શક્યતામાં વચ્ચે ક્યારેય નહીં આવું. ચૂંટણી પ્રચારના દિવસોથી તે ખૂબ પ્રભાવશાળી રહ્યો છે અને તે આજે પણ એટલું ખરું છે.

શરૂઆતના દિવસોમાં કશનર રાષ્ટ્રપતિની સાથે રોજ પાંચ-છ કલાકો પસાર કરતો પરંતુ હવે થોડી કડક વ્યવસ્થામાં કશનર અને તેના સહયોગીઓને પોતાના કામથી કામ રાખવાની ગુંજાશ વધારે છે, પરંતુ ટીકાકારો કંઈક અલગ કહે છે. રિપબ્લિકન સ્ટ્રેટેજિસ્ટ રિક ટાયરલ કહે છે, ‘શરૂઆતના દિવસોની કશનરની ‘જાદુઈ શક્તિઓ’ હવે નકામી છે. જ્યાં સુધી કશનર દેખાતો રહેતો, તે વન્ડર બોયની ભૂમિકા નિભાવવામાં સક્ષમ હતો પરંતુ હવે તે દેખાતો નથી અને આપણે વન્ડર બોય વિશે વિચારીએ છીએ જેના સસરાએ તેની પાસેથી દુનિયાની સૌથી અઘરી સમસ્યાના ઉકેલથી માંડીને સરકારને નવું સ્વરૂપ આપવા સહિતની આશાઓ સેવી છે. તેના મિત્રો કહે છે કે એક સમયે કશનર અને તેની પત્ની ઇવાંકા પોતાની ટૂંકી વ્હાઇટ હાઉસ કારકિર્દીથી એટલા હતાશ હતા કે તેઓ ગરિમાપૂર્વક ન્યૂયોર્ક પરત જવાની કોઈ તક મેળવવા બેચેન હતા.

વ્હાઇટ હાઉસમાં કશનર ખૂબ વિશાળ પોર્ટફોલિયો લઈને આવ્યો હતો. મધ્ય-પૂર્વ ઉપરાંત મેક્સિકો, ચીન અને આરબ દેશો માટે રાષ્ટ્રપતિનો મધ્યસ્થી હતો. શી અને ટ્રમ્પ વચ્ચે તેમણે શિખર વાર્તા પણ કરાવી, ત્યાર પછી ટ્રમ્પનું બેજિંગ પ્રત્યેનું વલણ બદલાયું. હવે ચીન સાથેના સંબંધો તે નથી જોતો, પણ આરબ જગત સાથે હજી પણ મધ્યસ્થી કરાવે છે.

અન્ય સમાચારો પણ છે...