તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગોરમહારાજ આવ્યા તો બાપુએ મંત્ર પઢ્યા

ગોરમહારાજ આવ્યા તો બાપુએ મંત્ર પઢ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિવ્ય ભાસ્કર નેટવર્ક | મહુવા

જન્મઅને મૃત્યુનો ઉત્સવ સ્મશાન ભૂમિમાં ઊજવવો જોઈએ. મોરારી બાપુએ એક વખત બનારસમાં પ્રવચન દરમિયાન શીખ આપી હતી. તેમાંથી પ્રેરણા લઈને ભાવનગર જિલ્લાના મહુવામાં એક પૂજારીના પુત્રે સ્મશાન ભૂમિથી વૈવાહિક જીવન શરૂ કર્યું. વરરાજા ઘનશ્યામ દાસ અને કન્યા પારુલ રવિવારે હવન કુંડના બદલે ચિતાના ફેરા ફર્યા. કોઈ ગોરમહારાજ સ્મશાનમાં લગ્ન કરાવવા માટે તૈયાર થયા તો મોરારિ બાપુ પોતે સ્મશાન પહોંચ્યા. વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે તેમે વિવાહ પૂર્ણ કરાવ્યા. ઘનશ્યામે કહ્યું, ‘મોરારિ બાપુએ કહ્યું હતું કે સ્મશાન ખૂબ પવિત્ર છે. ત્યારે સંકલ્પ લીધો હતો કે સ્મશાનમાં લગ્ન કરીશ.

આશાછે અહીં સામૂહિક વિવાહ થશે : બાપુ

સ્મશાનભૂમિનું મહત્વ સમજાવતા મોરારિ બાપુએ કહ્યું કે સ્મશાન ખૂબ પવિત્ર ભૂમિ છે. આશા છે કે સ્મશાન ભૂમિમાં સામૂહિક વિવાહ પણ થશે.

અન્ય સમાચારો પણ છે...