તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 40 મુસ્લિમ દેશોની બેઠકમાં આતંકના સફાયાનું આહવાન

40 મુસ્લિમ દેશોની બેઠકમાં આતંકના સફાયાનું આહવાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મન કી બાતમાં આતંકવાદ સામે એકજૂથ થવા આહ્વાન


સાઉદીઅરબના શક્તિશાળી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને વિશ્વમાંથી આતંકવાદના ખાત્મા સુધી આતંકીઓ વિરુદ્ધ જંગ લડવાનું આહવાન કર્યું છે. રિયાદમાં 40 મુસ્લિમ દેશોના અધિકારીઓની બેઠકમાં કિંગ સલમાને વાત કરી. આતંકવાદ ઘણા દેશોમાં ઘૂસી ગયું છે તેનો ખાત્મો જરૂરી છે. જ્યારે નવી દિલ્હીમાં વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં આતંકવાદ સામે એકજૂથ થવા આહવાન કર્યું હતું.ફિલ્મ પદ્માવતી મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકો અને વહીવટકર્તાઓ ને બંધારણનું પાલન કરવાનું આહ્વાન કર્યુ છે. તેમણે કહ્યું કે બંધારણનો સંદેશ છે કે કોઇને કોઇપણ પ્રકારે નુકશાન ના પહોંચે.

વડાપ્રધાન મોદીએ રેડિયો કાર્યક્રમ મન કી બાતની 38મી આવૃતીમાં વાત કહી હતી. જોકે, તેમણે ફિલ્મ સાથે જોડાયેલા વિવાદનો સીધો ઉલ્લેખ નહોતો કર્યો. તેમણે કહ્યું કે દેશનું બંધારણ લોકશાહીનો આત્મા છે. તે ભાવનાને આધારે ‘ન્યૂ ઇન્ડિયા બનાવો, જેથી ગરીબ, પછાતો અને વંચિત સમુદાયના લોકોના હિતોની રક્ષા કરી શકાય.

...અનુસંધાન પાનાં નં.4

તેમણે મુંબઈમાં નવ વર્ષ પહેલા 26/11ના આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલી પણ આપી હતી. સાથે દુનિયાની માનવતાવાદી શક્તિઓને આતંકવાદ સામે લડવા માટે એક જૂથ થવાનું આહ્વાન કર્યુ હતું. મોદીએ કહ્યું હતું કે આતંકવાદે માનવતાને પડકારી છે. ભારત છેલ્લા 40 વર્ષથી આતંકવાદનો સામનો કરી રહ્યું છે. આજે જ્યારે આતંકવાદ દુનિયાના બીજા દેશોના દરવાજે દસ્તક આપી રહ્યું છે, ત્યારે દુનિયાએ તેને મોટા પડકારના રૂપમાં જોવાનું શરૂ કર્યુ છે.

મોદીએ કાર્યક્રમમાં જળવાયુ પરિવર્તન અને માટીના આરોગ્યને સુધારવાના મુદ્દાઓ પર પણ વાત કરી હતી. સાથે નેવી દિવસ પ્રસંગે નેવીના જવાનો સશસ્ત્ર બળ ધ્વજ દિવસ પર જવાનોને યાદ કર્યા હતા. મોદીએ બાળકોના પત્રોનો પણ જવાબ આપ્યો હતો.

મોદીએ દિવ્યાંગ ખેલાડીઓની સિદ્ધિ પર તેમને શાબાસી આપી હતી. તેમણે બંધારણ નિર્માતા બાબા સાહેબ આંબેડકર અને સરદાર પટેલને પણ યાદ કર્યા હતા.

ન્યૂઇન્ડિયા સાથે પોઝિટિવ ઇન્ડિયા પર ભાર, સોશિયલ મીડિયા પર પોઝિટિવ વાતો શેર કરવાનું આહ્વાન:

પીએમમોદીએ ન્યૂ ઇન્ડિયા સાથે નવા વર્ષમાં પોઝિટિવ ઇન્ડિયા બનાવવા પર ભાર આપ્યો છે. તે માટે આહ્વાન કર્યુ હતું કે પોઝિટિવ વાતો અને અનુભવો બીજા સાથે શેર કરતા 2018માં પ્રવેશ કરો. તેનાથી લોકોમાં શુભ-ભાવના પેદા થશે. મોદીએ કહ્યું કે આપણે વિતી રહેલા વર્ષમાં કોઇ પાંચ પોઝિટિવ અનુભવોને બીજા સાથે વહેંચીએ. તે કોઇ ફોટો, વાર્તા, કે વીડિયો હોઇ શકે છે. વડાપ્રધાને નરેન્દ્ર મોદી એપ, માયગાંવ અને સોશિયલ મીડિયા પર પોઝિટિવ ઇન્ડિયા હેશટેગથી પોઝિટિવ વાતો શેર કરીને સકારાત્મક વાતાવરણ બનાવવાનું આહ્વાન કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...