તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વરસાદના વિઘ્ન પહેલાં ન્યૂઝીલેન્ડે બે વિકેટ ગુમાવી

વરસાદના વિઘ્ન પહેલાં ન્યૂઝીલેન્ડે બે વિકેટ ગુમાવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ન્યૂઝીલેન્ડેપાકિસ્તાન સામે અહીં શરૂ થયેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે વરસાદના વિઘ્નના કારણે રમત પડતી મૂકવામાં આવી તે પહેલાં બે વિકેટ ગુમાવી દીધી હતી. પ્રથમ દિવસે માત્ર 21 ઓવરની રમત શક્ય બની હતી અને યજમાન ટીમે પ્રથમ દાવમાં બે વિકેટે 77 રન બનાવ્યા હતા. સ્ટમ્પના સમયે ઓપન રાવલ 35 તથા ટેલર 29 રને રમી રહ્યા હતા. પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ન્યૂઝીલેન્ડને પ્રથમ ઓવરમાં આઘાત પહોંચ્યો હતો. મોહમ્મદ આમીરે ટોમ લાથમને (0) પ્રથમ સ્લિપમાં અસલમના હાથે ઝડપાવ્યો હતો. અસલમે ઓવરમાં જીત રાવલનો કેચ છોડ્યો હતો. સુકાની કેન વિલિયમ્સનને (13) વિવાદાસ્પદ પરિસ્થિતિમાં આઉટ જાહેર કરાયો હતો. સોહૈલ ખાનની બોલિંગમાં વિકેટકીપર સરફરાઝે કેચઆઉટની અપીલ કરી હતી પરંતુ ફિલ્ડ અમ્પાયરે તેને નોટઆઉટ જાહેર કર્યો હતો. પાકિસ્તાને રિવ્યૂની માગણી કરી હતી અને થર્ડ અમ્પાયર ઇયાન ગુલ્ડે ઘણી વખત રિપ્લે નિહાળ્યા બાદ તેને આઉટ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...