તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બેન્કમાં અઘોષિત રકમ જમા કરવા પર 50% ટેક્સ, 4 વર્ષ માટે લોક ઇન

બેન્કમાં અઘોષિત રકમ જમા કરવા પર 50% ટેક્સ, 4 વર્ષ માટે લોક-ઇન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નોટબંધીનાવિરોધીઓ સામે વડાપ્રધાન મોદીએ શુક્રવારે જોરદાર હુમલો કર્યો હતો. એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં મોદીએ કહ્યું, કેટલાક લોકો કહે છે કે સરકારે પૂરી તૈયારી નથી કરી. પણ મુદ્દો નથી. અસલ પીડા વાતની છે કે સરકારે તેમને તૈયારી માટે સમય નથી આપ્યો. જો તેમને 72 કલાક પણ મળી જાત તો કહેત કે મોદી જેવું કોઇ નથી.

મોદીએ કહ્યું હતું કે બધાને પોતાના પૈસા વાપરવાનો હક છે પણ દેશ માટે કડક નિર્ણયો લેવા પડે છે. આજકાલ ભ્રષ્ટાચાર અને કાળાંનાણાં વિરુદ્ધ દેશ એક મોટો જંગ લડી રહ્યો છે. સામાન્ય માનવી તેમાં સૈનિક બન્યો છે. ...અનુસંધાન પાનાં નં.11

તેમણે કહ્યું હતું કે કેટલાંક શહેરોમાં સ્થાનિક એકમોને ત્રણ-સાડા ત્રણ હજાર કરોડ રૂપિયા સુધીનો ટેક્સ મળતો હતો પણ 8 નવેમ્બર બાદ તેમને ટેક્સ પેટે 13 હજાર કરોડ મળી ચૂક્યા છે.

ભ્રષ્ટાચાર રોકવો હોય તો મોબાઈલને બેન્ક બનાવી લો:

મોદીએ ભટિંડામાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે મારે ગરીબોને તેમનો હક અપાવવો છે. કેશનો વેપલો દેશને ઉધઇની જેમ ખાઇ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે,કાળાંનાણાંવાળા અને ભ્રષ્ટાચારીઓને રોકવા હોય તો પોતાના મોબાઈલને બેન્કની બ્રાન્ચ અને પાકિટ બનાવી લો. મોદીએ સરકારી વિભાગોની ચુકવણી પણ ઓનલાઇન કરવા નિર્દેશ આપ્યા હતા.

સંસદમાં મોદી માફી માગે તેવાં સૂત્રોચ્ચાર

મોદીના ‘તૈયારી’ વાળા નિવેદન પર વિપક્ષ ધૂંધવાઇ ગયો છે. વિરોધમાં સંસદના બંને ગૃહોમાં ‘પ્રધાનમંત્રી માફી માગો’ જેવાં સૂત્રો પોકારાયાં હતાં. હોબાળા વચ્ચે લોકસભાની કાર્યવાહી સતત સાતમા દિવસે સ્થગિત કરવી પડી હતી. રાજ્યસભામાં પણ હોબાળો થતો રહ્યો હતો.

^પ્રધાનમંત્રીએ આરોપ લગાવ્યો છે કે વિપક્ષી પાર્ટીઓ બ્લેકમનીના ટેકામાં છે. સમગ્ર વિપક્ષ અને ગૃહનું અપમાન છે. તેમણે માપી માગવી જોઇએ. > ગુલામ નબી આઝાદ, કોંગ્રેસ

^પ્રધાનમંત્રી ગૃહની અંદર નથી બોલી રહ્યા પણ બહાર બોલે છે. શું અમે લોકો કાળાંનાણાંને ટેકો આપીએ છીએω શું અમારી પાસે બ્લેકમની છેω > માયાવતી,બીએસપી

^ મોદીએ વિપક્ષને કાળાંનાણાંનો સંરક્ષક કહ્યો છે. ખૂબ શરમજનક અને ગંભીર આરોપ છે. > શરદ યાદવ, જેડીયુ

મોદી સંસદમાં આવતા કેમ ગભરાય છે : રાહુલ

નવીદિલ્હી | કોંગ્રેસ ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સંસદમાં આવીને નોટબંધી મુદ્દે સવાલોનો સામનો કરવાનો પડકાર આપ્યો હતો. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી ક્યારેક જનતાની તકલીફ પર હસે છે તો ક્યારેક રડતા દેખાય છે. જોવું છે કે સવાલો સામે તેમના ચહેરા પર કેવા ભાવ આવે છે. તેમણે કહ્યું કે પીએમ લોકસભામાં બેસવા નથી માગતા. તેમને કઇ વાતનો ભય છે.

વડાપ્રધાન મોદીએ આનંદપુર સાહિબ ગુરુદ્વારાના દર્શન કર્યા હતા.

{ અઘોષિત રૂપિયા પર ટેક્સની દરખાસ્ત શું છે?

જાતેજાહેર કરવા પર 50% ટેક્સ લાગશે. એટલે અઘોષિત અડધી રકમ ટેક્સમાં જશે.

{અને લોક-ઈનની શું વાત છે ω?

ટેક્સબાદ જે રૂપિયા બચશે તેની અડધી રકમ તમે 4 વર્ષ સુધી ઉપાડી નહીં શકો. એટલે તમારા જમા રૂપિયાના 25% મળશે.

{તો નવી સ્કીમથી લાભ શું થશે?

તમેછુપાવ્યું અને IT વિભાગ તમારી પાસેથી રકમ શોધી કાઢી તો ટેક્સ,દંડ સહિત 90 ટકા કપાઈ જશે. એટલે કે માત્ર 10% મળશે.

{સરકારે પહેલા કાળા નાંણાં પર 200% દંડની વાત કરી હતી. તે શું હતી ?

30%ટેક્સ પર 200% દંડનો અર્થ છે 60%, એટલે કે ટેક્સ અને દંડ મળીને 90% થાય છે.

{IT કાયદામાં તો આવી કોઈ જોગવાઈ નથી?

હા,તેથી કાયદામાં સુધારા પર ચર્ચા થઈ. સોમ કે મંગળવારે સંસદમાં સંશોધન બીલ રજૂ કરાઈ શકે છે. 200 ટકા દંડની વાત સાંભળીને લોકો નોટ સળગાવવા લાગ્યા. સરકાર ઈચ્છે છે કે વધુમાં વધુ લોકો નોટ બેંકમાં જમા કરાવે. ...અનુસંધાન પાનાં નં.11

{ટેક્સમાં મળેલા રૂપિયાનું સરકાર શું કરશે ω?

બેદરખાસ્ત છે. પહેલી, અલગ બોન્ડ લાવશે. ચાર વર્ષ લોક-ઈન વાળા 25 ટકા રૂપિયાનું તેમાં રોકાણ કરાશે. બીજી, અલગ ફંડ બને. તેનો ઉપયોગ ગામોમાં વીજળી, રસ્તા જેવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં કરાશે.

{ઘરોમાંસોના રાખવાની મર્યાદા પણ નિશ્ચિત કરાવાની ચર્ચા છે. તેમાં કેટલી હકીકત છે ?ω

નાણામંત્રાલયેસ્પષ્ટ કર્યું છે કે આવી કોઈ દરખાસ્ત પર વિચારણા થઈ રહી નથી.

લોકો જૂની નોટનો નાશ કરી રહ્યા હતા, તેથી સરકાર પેનલ્ટી ઘટાડવા જઈ રહી છે

90 ટકા ટેક્સ અને પેનલ્ટી માટે સરકાર આવકવેરા કાયદામાં સુધારો કરશે

અન્ય સમાચારો પણ છે...