તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • નિયાનો કોઇ ધર્મ આપણને અન્ય જીવોની હત્યા કરવાનો ઉપદેશ આપતો

નિયાનો કોઇ ધર્મ આપણને અન્ય જીવોની હત્યા કરવાનો ઉપદેશ આપતો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નિયાનો કોઇ ધર્મ આપણને અન્ય જીવોની હત્યા કરવાનો ઉપદેશ આપતો નથી. તેમ છતાં આપણા દેશમાં અને વિદેશોમાં પણ ધર્મના નામે પશુઓનો વધ ચાલી રહ્યો છે. જોકે એકવીસમી સદીમાં ધર્મની સાચી પરિભાષા અને માનવઅધિકારો બાબતમાં જાગૃતિના કારણે ધીમે ધીમે પ્રકારની હત્યાઓ બંધ થઇ રહી છે. વાતનું સુખદ ઉદાહરણ વર્ષે રાજસ્થાનના ટોંકમાં અને હિમાચલના કુલુમાં જોવા મળ્યું.

મુંબઇ નજીક આવેલા દેવનારના કતલખાનાંમાં દર વર્ષે બકરી ઈદ નિમિત્તે હજારો તંદુરસ્ત બળદોની કતલ કરવામાં આવે છે. મહારાષ્ટ્ર સરકાર પણ પશુ સંરક્ષણ ધારાની ઉપેક્ષા કરીને પ્રકારની પરવાનગી આપતી આવી છે. વર્ષે પણ સરકારે બકરી ઈદ અને તેની આજુબાજુના દિવસોમાં ૧૫,૦૦૦ બળદોની કતલ કરવાની પરવાનગી આપી દીધી હતી. જીવદયાપ્રેમી સંસ્થા “વિનિયોગ પરિવાર” પરવાનગી સામે હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. વિનિયોગ પરિવારની દલીલ એવી હતી કે “મહારાષ્ટ્ર સરકારના પશુ સંરક્ષણ ધારાનો ઉદ્દેશ ગૌવંશની રક્ષા કરવાનો છે. તેનો ઉપયોગ કરીને પશુઓની હત્યા કરી શકાય નહીં.” દલીલને માન્ય રાખીને હાઇ કોર્ટે ૧૫,૦૦૦ બળદોની કતલ કરવાની પરવાનગી રદ કરીને બળદોને બચાવી લીધા હતા.

ટોંક શહેર રાજસ્થાનના લખનૌ તરીકે વિખ્યાત છે, કારણ કે ત્યાં નવાબી રાજ હતું અને મુસ્લિમોની મોટી વસતિ હતી. ઇ.સ. ૧૮૬૪ની સાલમાં ટોંકના તત્કાલીન નવાબ ઇબ્રાહિમ અલી ખાનને સપનું આવ્યું કે તેમણે ઈદ નિમિત્તે ઊંટનો વધ કરીને તેના માંસની મિજબાની કરવી જોઇએ. તે વર્ષથી ટોંકના નવાબ દ્વારા ઊંટનો બલિ ચડાવવાની પ્રથા શરૂ થઇ, જે છેક ગયાં વર્ષ સુધી અખંડપણે ચાલુ રહી હતી. દર બકરી ઈદના દિને નવાબના વંશવારસો દ્વારા તેમના મહેલ મુબારક મહાલમાં એક ઊંટનો વધ કરવામાં આવતો હતો.

રાજસ્થાનમાં ઊંટની વસતિ સતત ઘટી રહી છે. રાજ્યમાં માંસ અને ચામડાં માટે મોટી સંખ્યામાં ઊંટોની કતલ થાય છે અને તેની અન્ય રાજ્યોમાં તેમ પાકિસ્તાનમાં દાણચોરી પણ થાય છે. પ્રાણીઓના અધિકારો માટે લડનારાઓની માગણીને માન આપીને વર્ષે રાજસ્થાનની સરકારે કાયદામાં સુધારો કરીને ઊંટને રાજ્યનું રક્ષિત પ્રાણી જાહેર કર્યું છે અને તેની હત્યા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. પ્રતિબંધને માન આપીને નવાબના વારસદાર અસ્મત અલીએ ઊંટના બલિની પ્રથા કાયમ માટે બંધ કરવાની જાહેરાત કરી છે. ટોંકમાં ઊંટના બલિની પ્રથાને સ્વેચ્છાએ તિલાંજલિ આપનારા નવાબ અસ્મત અલીએ જે વિધાન કર્યું છે તે તમામ મુસ્લિમોએ ધ્યાનથી વાંચવા જેવું છે “આ પ્રક