તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • પેટાચૂંટણી માટે 30 અધિકારી, SRPની 3 કંપનીની માગણી

પેટાચૂંટણી માટે 30 અધિકારી, SRPની 3 કંપનીની માગણી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિધાનસભાની રાજકોટ-69બેઠકની પેટાચૂંટણી માટે 15મી ઓક્ટોબરે મતદાન છે. ચૂંટણી બંદોબસ્ત માટે કમિશનરે વધારાના ડીવાય.એસ.પી.,ઇન્સ્પેક્ટર,પી.એસ.આઇ. ઉપરાંત એસઆરપી અને પેરા મિલિટરીની 5 કંપનીની માગણી કરવામાં આવી છે. પેટાચૂંટણીની કાર્યવાહીમાં કોઇ અનિચ્છનીય બનાવ બને,મતદારો શાંત-નિર્ભિક વાતાવરણમાં મતદાન કરે અને ચૂંટણી પ્રક્રિયા શાંત વાતાવરણમાં સંપન્ન થાય માટે સજ્જડ સુરક્ષા વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. ચૂંટણી બંદોબસ્ત માટે શહેર પોલીસ ઉપરાંત વધારાના 4 ડીવાય.એસ.પી., 10 ઇન્સ્પેક્ટર, 14 પી.એસ.આઇ., એસ.આર.પી.ની 3 કંપની અને પેરા મિલિટરી ફોર્સની 5 કંપની ફાળવવાની માગણી કરવામાં આવી છે. તમામ બૂથ મથકો ઉપર તેમજ સંવેદનશીલ વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત મૂકવામાં આવશે. ચૂંટણીના આગલા દિવસથી તમામ મતદાનમથકો ઉપર સશસ્ત્ર જવાનોને બંદોબસ્ત માટે તહેનાત કરી દેવામાં આવશે.