તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • પાકે 7 બોટ, 42 ખલાસીને બંધક બનાવ્યાની ચર્ચા

પાકે 7 બોટ, 42 ખલાસીને બંધક બનાવ્યાની ચર્ચા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાકિસ્તાનમરીન સિક્યુરીટી એજન્સી દ્વારા સમયાંતરે ભારતીય બોટ અને માછીમારોનાં અપહરણ કરી જવામાં આવે છે. છેલ્લા 10 દિવસમાં અપહરણની 3 ઘટના સામે આવી હતી અને આજે સવારે પાક મરીને પોરબંદરની 7 જેટલી બોટ અને 42 જેટલા ખલાસીઓને બંધક બનાવ્યાની ચર્ચાઓ શરૂ થતાં માછીમારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. જો કે સત્તાવાર રીતે કોઈ સમર્થન મળ્યું હતું.

ભારતીય જળસીમા નજીક માછીમારી કરી રહેલી પોરબંદરની 7 જેટલી બોટ અને 42 જેટલા ખલાસીઓને પાકિસ્તાન મરીન સિક્યુરીટી એજન્સીએ બંધક બનાવ્યાની ચર્ચા આજે સવારથી જોરશોરથી બંદર વિસ્તારમાં થઈ રહી હતી. અને માછીમાર આગેવાનો દ્વારા અંગે પુષ્ટી કરવાનાં પ્રયાસો પણ હાથ ધરાયા હતા. જો કે સત્તાવાર રીતે સમર્થન મળ્યું હતું, જેને કારણે માછીમારોએ રાહતનો દમ લીધો હતો. જો કે એવી પણ ચર્ચા શરૂ થઈ ગઈ હતી કે પાક મરીને ભારતીય બોટ અને માછીમારોને બંધક બનાવતા સુરક્ષા એજન્સી તેમને મુક્ત કરાવવા માટે દોડી ગઈ હતી. બાબતે સુરક્ષા એજન્સીઓએ પણ ઈન્કાર કર્યો હતો.