• Gujarati News
  • National
  • મનુષ્યથી માંડી દરેક પ્રાણી અને પશુને પોતાના પેટનો ખાડો પૂરવા

મનુષ્યથી માંડી દરેક પ્રાણી અને પશુને પોતાના પેટનો ખાડો પૂરવા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મનુષ્યથી માંડી દરેક પ્રાણી અને પશુને પોતાના પેટનો ખાડો પૂરવા દિવસથી રાત સુધી અથાગ પ્રયત્ન કરવો પડતો હોય છે. જેમ મનુષ્ય પણ પ્રભાતની પહેલી કિરણ સાથે રોજી-રોટી કમાવવા નીકળી પડે છે તેમ અહીંની તસવીરમાં એક શ્વાન પોતાની રોટીની ભૂખ સંતોષવા એક પછી એક એવી રીતે ડબ્બા ઉપરા-ઉપરી રાખવામાં આવ્યા છે, જેમાં સૌથી નાના ડબ્બા પર પોતાના ચારે-ચાર પગ રાખી આસપાસના ઊભેલા લોકોને સંતોષ આપી રોટી મેળવવાનો પ્રયાસ કરે છે. દૃશ્ય જોઇ રહેલા તમામના મૂખમાં એક વાત હતી કે, કુદરતે સૃષ્ટિ કેવી બનાવી છે કે સૃષ્ટિ પરના દરેક જીવને આપેલું પેટ વેઠ કરાવી રહ્યું છે. વાક્ય દરેકના જીવનની કહાણી કહી જાય છે અને કુદરત અંતિમ રસ્તો બતાવી શકે છે.} પ્રકાશરાવરાણી

પેટ કરાવે વેઠ..

અન્ય સમાચારો પણ છે...