સમાજના સભ્ય સુનિલભાઈની રજૂઆત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખારવાવાડમાં અષાઢીબીજ પૂર્વે સફાઈ અભિયાન કરો


પોરબંદરશહેરમાં હાલમાં ભૂગર્ભગટર અને પાણીની પાઈપલાઈન નાખવાની કામગીરી અનેક વિસ્તારોમાં ચાલી રહી છે અને શહેરના અનેક વિસ્તારોમાં પૂરતી સફાઈ પણ નથી કરવામાં આવતી તેમજ રસ્તાઓની હાલત પણ બિસ્માર થઈ ગઈ છે. આવો એક વિસ્તાર છે ખારવાવાડ કે જ્યાં રસ્તાઓ અત્યંત બિસ્માર હાલતમાં છે તેમજ અનેક જગ્યાએ ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે જેથી વિસ્તારમાં અષાઢીબીજના પર્વની ધામધૂમથી ઉજવણી થતી હોય તેથી વહેલી તકે વિસ્તારમાં સફાઈ તેમજ બિસ્માર રસ્તાઓ સમથળ કરવામાં આવે તેવી માંગ ખારવાસમાજના વાણોટ સુનિલભાઈ ગોહેલ દ્વારા કરવામાં આવી છે.

શહેરમાં ખારવાવાડ વિસ્તારમાં ભૂગર્ભગટરની કામગીરી દરમિયાન આડેધડ ખોદકામ કરી નાખવામાં આવ્યું હતું જેથી રસ્તાઓ ખખડધજ બની ગયા છે અને અનેક જગ્યાઓ પર ગંદકી ગંદકી જોવા મળી રહી છે. આમ પણ ખારવા સમાજ અષાઢીબીજની ધામધૂમથી ઉજવણી કરે છે અને જે તહેવાર નજીકમાં છે અને દિવસે રામદેવજી મહારાજની ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવનાર છે. પરંતુ વિસ્તારમાં રસ્તાઓ અને સફાઈના અભાવે ભક્તજનોને મુશ્કેલી ઉભી થઈ શકે તેમ છે. જેથી વિસ્તાર તેમજ રામદેવજીની રથયાત્રા શહેરના જે વિસ્તારોમાંથી પસાર થવાની છે તે વિસ્તારોના પણ બિસ્માર રસ્તાઓ સમથળ કરવા તેમજ સફાઈ અભિયાન હાથ ધરવું જોઈએ તેવી તંત્રને રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...