ખાડાઓ બૂરવામાં આવે તેવી માગ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝુંડાળા રોડ પર બે મોટાં ખાડાંથી અકસ્માતની ભીતિ


પોરબંદરશહેરમાં ભૂગર્ભગટરની લાઈન નાખવાની કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને હાલમાં ચેમ્બર બનાવવાની કામગીરી ચાલતી જોવા મળી રહી છે અને ચેમ્બર બનાવવા માટે અનેક વિસ્તારોમાં રસ્તાની મધ્યે વચ્ચે ખાડાઓ ખોદી ચેમ્બરો અને પોઈન્ટ મૂકવાની કામગીરી ચાલી રહી છે.

કામગીરી એકદમ ગોકળગાયની ગતિએ ચાલી રહી હોય તેમજ બે-બે મહિનાઓ પહેલા ખાડાઓ ખોદવામાં આવ્યા પરંતુ આજદિન સુધી કામગીરી પૂર્ણ થઈ હોવાથી ખૂલ્લા ખાડાઓ હજુ તેમના તેમ જોવા મળી રહ્યા છે જેથી વાહનચાલકોને અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.

આવા બે ખાડાઓ છે શહેરમાં મહેર સમાજની બિલ્ડીંગથી ઝુંડાળા તરફ જતાં રસ્તા પર કે જ્યાં છેલ્લા કેટલાક સમયથી રસ્તાની બન્ને બાજુ ભૂગર્ભગટરના કામ માટે ખાડાઓ ખોદવામાં આવ્યા છે અને આમ પણ રસ્તો આખો દિવસ ટ્રાફીકથી ધમધમતો હોવાથી અનેકવાર બાઈક અકસ્માતોના બનાવો પણ બની રહ્યા છે તેમજ અનેક રેઢીયાળ પશુઓ પણ જોખમી ખાડાઓમાં ખાબકી શકે છે.

જેથી સંબંધીત તંત્ર દ્વારા ચોમાસામાં વરસાદ પડે તે પહેલા ખાડાઓ બુરી દેવા જોઈએ તેવી વિસ્તારના લોકો માંગ કરી રહ્યા છે. હવે જોવું રહ્યું કે સંબંધીત તંત્ર ક્યારે કુંભકર્ણ નિંદ્રામાંથી જાગે અને જોખમી ખાડાઓ પૂરે તે તો આવનારો સમય બતાવશે. આવી પ્રાથમિક સમસ્યાનો પણ તાકીદે ઉકેલ લાવવો જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...