તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ટ્રેનની ઝડપના બદલે ગ્રીન ટેક્નૉલોજી પર ભાર આપો

ટ્રેનની ઝડપના બદલે ગ્રીન ટેક્નૉલોજી પર ભાર આપો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ર્લિનમાં થોડા દિવસ પહેલાં યોજાયેલા રેલવે ઇન્ડસ્ટ્રીના ટ્રેડ ફેરમાં એલ્સટોમે ઝીરો એમિશનવાળી ટ્રેન ઇને ટ્રાન્સ રજૂ કરી. તે હાઇડ્રોજન ગેસ વડે ચાલનારી એવી સૌ પ્રથમ મુસાફર ટ્રેન છે, જેના કારણે પર્યાવરણમાં કોઈ ગ્રીનહાસ ગેસ ઉત્સર્જિત નથી થતો. હાઇડ્રોજન ફ્યૂઅલ સેલથી ચાલનારી ટ્રેનમાંથી માત્ર વરાળ અને ઘન પાણી નીકળશે. ઉપરાંત, ચાલતી વખતે પણ ટ્રેન ખૂબ ઓછો અવાજ કરશે. એલ્સટોમ આવી ટેક્નૉલોજી દ્વારા પેસેન્જર ટ્રેન વિકસાવનારી વિશ્વની પ્રથમ કંપનીઓમાંથી એક છે.

હાઇડ્રોજન ફ્યૂઅલ ટૅન્ક ટ્રેનને શક્તિ આપશે, જે ટ્રેનની ઉપર લગાવેલી હશે. ફ્યૂઅલ સેલને હાઇડ્રોજન અને ઓક્સિજન વાતાવરણમાંથી મળી રહેશે, જે બંને વાયુઓને વીજળીમાં પરિવર્તિત કરી નાખશે. વીજળીને લિથિયમ બેટરીઓમાં સંગ્રહિત કરવામાં આવશે. કંપનીનો એવો દાવો છે કે ટ્રેન 87 માઇલ પ્રતિ કલાકની ઝડપે ચાલશે અને હાઇડ્રોજનનો સંગ્રહ કરવાના લીધે તેની ક્ષમતા એટલે વધશે કે તે 497 માઇલ સુધીની યાત્રા કરી શકશે. ટ્રેન સંપૂર્ણ રીતે કાર્બન ન્યૂટ્રલ છે. મતલબ, તેના કારણે કોઈ પણ જાતનો કાર્બન વાતાવરણમાં નહીં ઉમેરાય અને પરંપરાગત ડીઝલ ટ્રેનોની સરખામણીમાં વધારે ટકાઉ છે, જે આજે પણ જર્મનીમાં ચાલે છે અને તેની સંખ્યા ત્યાં ચાર હજારની છે. ટ્રેનના આવવાથી જર્મનીની ‘જિવાશ્મ ઇંધણમુક્ત દેશ’ બનવાની ઇચ્છા પૂરી થઈ શકે છે. ત્યારે તે સ્વિડન, ડેન્માર્ક, સ્કોટલૅન્ડ અને ફિનલૅન્ડ જેવા સ્વચ્છ ઇંધણવાળા દેશોની હરોળમાં આવી જશે. આશા છે કે ટ્રેન ડિસેમ્બર, 2017માં દોડવા લાગશે, જ્યારે તેની ચકાસણી આવતા મહિનાથી શરૂ થઈ જશે.

આપણા દેશમાં પરિવહનના મુખ્ય સાધન તરીકે શરૂઆત કરાયા પછી છેલ્લાં અમુક વર્ષોમાં ટ્રેનની ઉપેક્ષા થઈ છે. હવે ફરી કોઈ ફેરફારની ચર્ચા છે. ઝડપ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તેવામાં જો આપણે સ્વચ્છ ઊર્જા દ્વારા સંચાલિત ટેક્નૉલોજીને અપનાવીએ, તો આપણા માટે વધારે સુવિધજનક હશે. ફેરફારના તબક્કામાં આપણે ભાવિ ટેક્નૉલોજીને અપનાવીએ, તો ભવિષ્યમાં તેનો ફાયદો પણ મળી શકે તેમ છે.

અપૂર્વ ગોર, 22 વર્ષ

આઈઆઈટી,રુરકી

facebook.com/apoorv.gaur.92

અંડર-

કરંટઅફેર્સ પર 30થી ઓછી ઉંમરના યુવાનોનો અભિપ્રાય

અન્ય સમાચારો પણ છે...