• Gujarati News
  • National
  • રાજ્ય સરકાર પાટીદારોને શાંત કરવા ટૂંક સમયમાં એક આયોગની જાહેરાત કરશે

રાજ્ય સરકાર પાટીદારોને શાંત કરવા ટૂંક સમયમાં એક આયોગની જાહેરાત કરશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટીદારઆંદોલનને લઈને રાજ્યમાં રાજકીય અને સામાજિક ઉથલપાથલ થઈ ચૂકી છે. ત્યારે સરકારમાંથી અત્યંત આધારભૂત સૂત્રોનું કહેવું છે કે, પાટીદાર સમાજનો આક્રોશ શાંત પાડવા માટે સરકારે એક કેન્દ્રીય મંત્રીને મધ્યસ્થી બનાવીને પાટીદારો સાથે ‘બેક ચેનલ’ મંત્રણા કરી છે. જેમાં સરકારે હાલ પૂરતો એક અલાયદો આયોગ બનાવી આપવાની તૈયારી દર્શાવી છે.

ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે થોડા દિવસો પહેલા સામે ચાલીને ચર્ચા વિચારણા માટે પાટીદાર આંદોલનકારીઓને આમંત્રણ આપ્યું હતું. જેનો સ્વીકાર કરતા ‘પાસ’ના સંયોજક હાર્દિક પટેલે મંગળવારના રોજ ઉદેપુર ખાતે 11 લોકોની એક સમિતિ બનાવીને 1લી ડિસેમ્બરના રોજ ગાંધીનગર ખાતે સરકાર સાથે બેઠક કરવાની જાહેરાત કરી છે.

‘પાસ’ સમિતિની મુખ્ય ચાર માંગણી

{ પાટીદાર સમાજને બંધારણીય ઢબે અનામત આપવામાં આવે.

{ પોલીસ દમનમાં જવાબદાર પોલીસકર્મીઓ સામે પગલાં ભરવામાં આવે.

{ પોલીસ ગોળીબારમાં મૃત્યુ પામેલા પાટીદારો તેમજ આત્મહત્યા કરનારાઓના પરિવારોને 35 લાખનું વળતર તેમજ પરિવારમાંથી કોઈ એકને સરકારી નોકરી આપવામાં આવે.

{ ગુજરાતમાં પાટીદાર આયોગની રચના કરવામાં આવે.

એક કેન્દ્રીય મંત્રીની મધ્યસ્થીમાં પાટીદારો-સરકાર વચ્ચે ‘બેક ચેનલ’ મંત્રણા

અન્ય સમાચારો પણ છે...