તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પોરબંદર નગરપાલિકાના સેનીટેશન ચેરમેનની મુલાકાત બાદ

પોરબંદર નગરપાલિકાના સેનીટેશન ચેરમેનની મુલાકાત બાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
50 જેટલા મકાનોએ ગટર ઉપર બાંધકામ કરતા સમસ્યા સર્જાઈ

વિરડીપ્લોટમાં નિયમિત સફાઈ થતા 4 સફાઈ કામદારો 15 દિવસ માટે સસ્પેન્ડ

પોરબંદરનાવિરડીપ્લોટમાં ઘણા સમયથી ગટરનું ગંદુ પાણી રસ્તાઓ પર ફરી વળ્યું હતું તેમજ ગટરના ગંદા પાણી સ્થાનિક લોકોના ઘરમાં ઘૂસી ગયા હતા. નગરપાલિકાને અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે 40 જેટલી મહિલાઓ સહિત લોકો થાળી લઈ નગરપાલિકાના સેનીટેશન કમીટીના ચેરમેનને ઘરે પહોંચી ગઈ હતી. બાદ આજે નગરપાલિકાના સેનીટેશન કમીટીના ચેરમેન અરવિંદભાઈ પાંજરીએ સ્થળની મુલાકાત લીધી હતી અને લોકોના આક્ષેપોની નિયમિત સફાઈ થતા તાત્કાલીક 4 જેટલા સફાઈ કામદારોને 15 દિવસ માટે સસ્પેન્ડ કરાયા હતા.

પોરબંદરના વિરડીપ્લોટમાં ગટરની નિયમિત સફાઈ થતા ગટરનું ગંદુ પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયું હતું જેને લઈને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને 40 જેટલી મહિલાઓ સહિતના લોકો નગરપાલિકાના સેનીટેશન કમીટીના ચેરમેનના ઘરે થાળી લઈને પહોંચી ગયા હતા અને થાળી વગાડી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ત્યારબાદ આજે નગરપાલિકાના સેનીટેશન કમીટીના ચેરમેન અરવિંદભાઈ પાંજરીએ સ્થળ પર મુલાકાત લીધી હતી અને લોકો દ્વારા જણાવાયું હતું કે, વિસ્તારમાં નિયમિત સફાઈ નહીં થતા ગટરનું ગંદુ પાણી રસ્તાઓ ઉપર ફરી વળતા પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આજથી સ્થળ પરના 4 સફાઈ કામદારોને 15 દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા અને સ્થળ પરની મુલાકાત લઈ 50 જેટલા મકાનોએ પેશકદમી બાંધકામ કરી લેતા ગટરના ગંદા પાણીનો નિકાલ થઈ શકતો નથી જેને કારણે સમસ્યા સર્જાઈ છે પરંતુ તેના માટે નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે અને ગટરના ગંદા પાણીના નિકાલ માટે ડાયવર્ઝન બનાવવામાં આવશે અને તાત્કાલીક ગટરના ગંદા પાણીનો રસ્તા ઉપરથી નિકાલ કરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ ગટર પર લોકોએ પેશકદમી કરી હોવાથી ગટરના ગંદા પાણીનો નિકાલ થઈ શકતો નથી જેને કારણે સમસ્યા સર્જાય છે.

50 જેટલી પેશકદમી મકાનોના બાંધકામ હોવાથી સમસ્યા સર્જાય છે

પોરબંદરનગરપાલિકાના સેનીટેશન કમીટીના ચેરમેન અરવિંદભાઈ પાંજરીએ સ્થળ ઉપર મુલાકાત લઈ જણાવ્યું હતું કે, રસ્તા ઉપર ગટરના ગંદા પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે પરંતુ 50 જેટલા પેશકદમી મકાનોના બાંધકામ ગટર ઉપર હોવાથી ગટરના ગંદા પાણીનો નિકાલ થઈ શકતો નથી અને પેશકદમી વાળા મકાનની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...