તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કોંગ્રેસનું ગુજરાત બંધ મોકૂફ, ‘જનઆક્રોશ સપ્તાહ’ ઊજવશે

કોંગ્રેસનું ગુજરાત બંધ મોકૂફ, ‘જનઆક્રોશ સપ્તાહ’ ઊજવશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રજાનેપડનારી હાલાકીને ધ્યાનમાં રાખીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા તા. 28 નવેમ્બરે અપાયેલું ગુજરાત બંધનું એલાન મોકૂફ રાખવાની જાહેરાત કરાઇ છે. જ્યારે જનઆક્રોશ સપ્તાહની ઉજવણીના છેલ્લા સોમવારના દિવસે રેલી-ધરણાં દ્વારા વિરોધ પ્રદર્શન કરીને‘જનઆક્રોશ સપ્તાહ’ ઊજવવાની જાહેરાત કરાઇ છે.

કેન્દ્રની ભાજપ સરકારે નક્કર આયોજન વગર નોટબંધી કરીને દેશની જનતાને મુશ્કેલીમાં મૂકી દીધી છે ત્યારે કોઇ રાજકીય પાર્ટી પ્રેરિત અસામાજિક તત્વો સામાન્ય નાગરિકોને મુશ્કેલી ઊભી કરે કે બેન્કો બંધ કરાવવા નીકળે અને કોંગ્રેસનું નામ આવે તેવી સ્થિતિ સર્જાય તે પહેલા કોંગ્રેસે બંધના એલાનને મોકૂફ રાખવાની જાહેરાત કરી છે તેમ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું.

ભરતસિંહ સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે, નોટબંધીના નિર્ણયને કારણે નાગરિકોને અઢાર અઢાર દિવસથી તકલીફ પડી રહી છે. ધંધા રોજગાર ઠપ થઇ ગયા છે, શ્રમિક રોજગારી મેળવવા માટે વલખાં મારે છે.

દેશભરના નાગરિકોને 500 અને 1000ની નોટબંધીને કારણે બેન્કમાં પોતાના પૈસા લેવા માટે હાલાકીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઇ છે ત્યારે નાગરિકોને ધંધા-રોજગારમાં વધુ મુશ્કેલી પડે તેટલા માટે ગુજરાત બંધના એલાનને મોકૂફ રાખીને 33 જિલ્લા અને આઠ મહાનગરોમાં રેલી, ધરણાં અને દેખાવ કરવામાં આવશે તેમ પ્રદેશ પ્રમુખે જણાવ્યુું હતું.

કોંગ્રેસ હવે 33 જિલ્લા અને આઠ મહાનગરોમાં રેલી અને ધરણાં કરશે

કેટલાક અસામાજિક તત્ત્વો કોંગ્રેસના નામે બેન્કો બંધ કરાવી મુશ્કેલી સર્જે તે માટે બંધ પાછું ખેંચ્યું : ભરતસિંહ સોલંકી

અન્ય સમાચારો પણ છે...