તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બેઝમેટલ્સમાં ધૂંઆધાર તેજી, ડોલર સામે રૂપિયામાં કડાકો

બેઝમેટલ્સમાં ધૂંઆધાર તેજી, ડોલર સામે રૂપિયામાં કડાકો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બેઝ મેટલ્સમાં ધુંઆધાર તેજી થઇ ગઇ છે. ડોનાલ્ડ ટ્રમ્પને વિજયી થયાને માંડ દશેક દિવસ થયા અને તમામ ઔદ્યોગિક કોમોડિટી મેટલ, એનર્જી બેઝિક રો-મટિરિયલ્સમાં ખેતીમાં તેજીનો લાવા ઘગઘગી ઉઠ્યો છે. આમતો કોલસો, આયર્નઓર, સ્ટિલ, વીબાર અને હોટ રોલ્ડ કોલ્ડના વાયદાઓમાં પાછલા માસથી ધમાકેદાર તેજી અને દિવ્ય ભાસ્કરના વાચકો સુપેરે પરિચિત છે. કે સ્થળેથી ત્રણ મહિનાથી ચીની કોમોડિટી બજારો અને બેઝિક રો-મટિરિયલના વાયદાઓ કે જે વિસ્તૃત સમિક્ષા અપાઇ છે. ડોનાલ્ડ ટ્રમ્પના આગમન સાથે જંગી કેશ જે મહિનાથી સાઇડલાઇન હતી તે સક્રિય થઇ છે. અને વિવિધ એસેટ બજારોમાં તહલકો મચાવી દીધો છે. ટ્રમ્પનું આગમન દાયકામાં મોટામાં મોટો રિફ્લેશન ટ્રેડ છે. અને હજુ પુરેપુરો અનફોલ્ડ થવાનો બાકી છે. બેઝ મેટલ્સમાં 2006માં ઝિંક, લીડ, નિકલમાં ટોપ બન્યા અને અંદાજે 9 વર્ષ સુધી બજારો સાઇડ વે મંદીમાં રહી. હવે બેઝ મેટલ્સમાં લાંબાગાળાનો ટ્રેન્ડ તેજી તરફી પલટાયો હોવાની સંભાવના છે. હાલના તબક્કે બેઝ મેટલ્સ ઘણી ઓવરબોટ છે. અને કદાચ મોટું કરેક્શન પણ આપી શકે પરંતુ હવે શોર્ટસેલ રિસ્કી દેખાય છે. રૂપિયાની કમજોરીના કારણે સ્થાનિક મેટલ વાયદાઓ પોતાની ઐતિહાસીક સપાટીથી 15 થી 30 ટકા નીચા છે. નિકલ તો પોતાના ઓલટાઇમ હાઇથી હજુ 70 ટકા નીચું છે. રૂપિયો નરમ હોવાથી હજુ બેઝ મેટલ્સની તેજી-મંદી પૂરેપૂરી રિફ્લેક્ટ થઇ નથી. લંડન મેટલ એક્સચેન્જમાં આગળ ઉપર તેજી થાય તો અહિંયા ભાવમાં હજુ મોટો ઉછાળો ધીમે-ધીમે આવી શકે.

આગળ જતા ટ્રમ્પ કેબીનેટની રચના થાય અને નવા નાણામંત્રી વ્યાપારમંત્રી અને રક્ષામંત્રી તેમજ વિદેશીમંત્રી તરીકે કોની વરણી થાય છે તેના આધારે અમેરિકાની આંતરરાષ્ટ્રીય વિદેશ નીતિ, વ્યાપાર નીતિ અને નાણાંનીતિની ખબર પડશે. ડોલરમાં નફારૂપી વેચવાલીના કારણે મામુલી કરેક્શન આવ્યું છે એટલે રૂપિયા સહિત બધી ઇર્મજિંગ કરન્સીને મંદી હાલ પુરતી અટકી છે. પરંતુ વિરામ ટુંકાગાળાનો છે. ડોલરની વિજયકૂચ હજુ જારી રહેશે અને ઇર્મજિંગ માર્કેટ્સમાં મીનિ કરન્સી કટોકટી આવશે. એશિયામાં 1998માં કરન્સી ક્રાઇસીસ આવી તેનો નાનું પુનરાવર્તન 2017માં જોવા મળશે.

મેટલ બજારની વાત કરીએ તો લીડમાં શુક્રવારે તોતીંગ તેજી થઇ 9 ટકાનો ઉછાળો આવ્યો, ઝિંકમાં પણ જબરજસ્ત તેજી થઇ છે. ઝિંકની તેજી ઘણી લાંબી ચાલી અને ઘણી તોફાની ચાલી, ઝિંકના ફોરકાસ્ટિંગમાં અમારૂ ધ્યાન ખોટું પડ્યું છે. હવે ઝિંક કદાચ આગલું ટોપ 207 છે કે જે વટાવી જશે. હવે એલ્યુમિનિયમ અને નિકલમાં કેચઅપ રેલી આવવાની સંભાવના છે. બન્ને મેટલમાં વઘઘટે 15 થી 25 ટકાની તેજી થશે. આવનારા દિવસોમાં કરેક્શન આવે તો નિકલ બેસ્ટ બાય દેખાય છે. 2-3 વર્ષનો વ્યુહ લઇએ તો 600 રૂપિયા બોટમ છે અને ઉપરમાં 1200 થી 1700 વચ્ચેનો ભાવ આવી શકે. એલ્યુમિનિયમમાં 110-112 બોટમ છે. અને આગળ ઉપર 145 થી 165નો ભાવ આવી શકે. કોપરમાં હજુ જોઇએ તેવી તેજી પકડાણી નથી. કોપર 371 ઉપર મન્થલી ક્લોઝ આપે તો 426, 482 સુધી આવવાની સંભાવના છે. એનર્જી બજારોની વાત કરીએ તો ઓપેકની મિટીંગ અગાઉ સટ્ટાકીય વધઘટ ચાલુ રહી છે. ક્રૂડ ઓઇલમાં જાતની મંદી નથી. લાંબાગાળાનો ટ્રેન્ડ તેજીનો દેખાય છે. ટુંકાગાળા માટે ક્રૂડની રેન્જ 42 થી 52 છે. અને નેચરલ ગેસની રેન્જ 2.55-3.80 રહેશે. નેચરલગેસમાં લાંબાગાળા મંદી પૂરી થઇ છે અને આગળ ઉપર તેજીની સંભાવના છે.

એગ્રી કોમોડિટીની વાત કરીએ તો સ્થાનિક બજારોમાં નોટબંધીના કારણે કામકાજ ધારાધોરણ વીનાના છે. ભાવ સપાટી કે તેજી-મંદીની રૂખ મળતી નથી. પરંતુ વિશ્વ બજારમાં ખાદ્યતેલોમાં ઝંઝાવાતી તેજીની શરૂઆત થઇ ગઇ છે. અમેરિકામાં સરકારે બાયોફ્યુઅલને સબસિડી વધારતા સોયાબીન તેલમાં જોરદાર ઉછાળો આવ્યો હતો. સોયાબીન ખોળમાં બજાર ધીમે ધીમે મક્કમ થઇ રહ્યું છે. સ્થાનિક બજારમાં સોયાબીન તેલ ખુબ વધવાથી અને સોયાબીન ખુબ સસ્તા હોવાથી બહુ લાંબા સમયે સોયાખોળમાં ક્રશિંગ પેરીટી આવે છે. બજારો ખુલી જાય પછી સોયાબીનમાં ધુમ લેવાલી નિકળશે અને અમારા મતે સોયાબીન ખોળમાં જંગી નિકાસ કામકાજ થાય તો નવાઇ નહિં. રૂપિયાની મંદી અને ઘરઆંગણે સોયાબીનનો વિપુલ પાક તથા સોયાતેલમાં ધમાકેદાર તેજી ત્રણેય કારણોને અનુલક્ષી ઇન્ટીગ્રેટેડ ક્રશર મિલરને ફાયદો છે. સોયાબીન તેલ ઉછળતા પામતેલ પણ વધ્યું છે. અમેરિકામાં શિકાગો સોયાબીન વાયદો અને સોયાતેલ વાયદો જોરદાર વધ્યા છે અને ચીનની જંગી સોયાબીન આયાતો જોતા નવા વર્ષે સોયાબીન 12 ડોલર, સોયાતેલ 45-48 સેન્ટ તથા સોયાખોળ ઝડપી 400 ડોલર થઇ જશે.

કોટન બજારમાં કામકાજ સુસ્ત છે રોકડની ખેંચના કારણે કપાસિયા અને ખોળ બજાર નરમ છે. ગાંસડી મંદી છે. એરંડા બજારમાં ધીમી પણ મક્કમ તેજી છે. બજારો પૂર્વવત થઇ જાય તો નવા વર્ષમાં એરંડા, ગવાર, સોયાબીન, મકાઇ અને કપાસિયા ખોળ સ્ટાર કોમોડિટી દેખાય છે. રોકાણકારો માટે સારી ડેટ છે.

કરન્સી બજારોની વાત કરીએ તો રૂપિયો 68.86ની ઓલટાઇમ સપાટીથી સુધરી 68.46 બંધ રહ્યો છે. રૂપિયાની મંદીને રોકવા રિઝર્વ બેન્કે દરમિયાન ગીરી કરતા અને રૂપિયો ઓવરબોટ હોવાથી કરેક્શન આવ્યું છે. રૂપિયાની ટુંકાગાળાની રેન્જ 67.77 થી 69.15 છે. 69.30 વટાવાતા રૂપિયો 69.85-70.05-70.85-71.15 સુધી જઇ શકે. આગામી 14મી ડિસેમ્બરે અમેરિકાના વ્યાજદર વધે અને ફેડનું મોનેટરિ ગાઇડન્સ ટાઇટનીંગ તરફી રહે તો રૂપિયો, યુઆન, યેન, કોરિયન વોન, વગેરે વધુ તૂટશે.

અહિંયા વિશેષ પ્રકારના સ્થાનિક સંજોગો અને રૂપિયાની નબળાઇ જોતા સોનામાં મંદીનો સોદો કરવાની ઇચ્છા નથી. ચાંદીમાં કદાચ ઉછાળો આવી શકે. સોનાની રેન્જ 1148 થી 1265 ડોલર દેખાય છે. ચાંદીની રેન્જ 15.93 થી 18.21 દેખાય છે.

ટ્રેડિંગ રેન્જ કોપરમાં 378-421, એલ્યુમિનિયમ 116-126, લીડ 154-178, ઝિંક 184-209, નિકલ 728-997, ક્રૂડ 3015-3378, નેચરલ ગેસ 197-239 છે. જ્યારે એગ્રીમાં સોયાબીનમાં 3030-3400, સોયાતેલ 678-756, ગવાર 3178-3550, ગવારગમ 6085-6770, કપાસ 893-971, રૂ ગાંસડી 37700-41300, જીરૂ 17700-19785 અને ઘઉં 1905-2220 અને મકાઇ 1339-1570 રેન્જ જોવા મળી શકેે છે.

લેખક : પેરાડિમ કોમોડિટીઝના સીઇઓ છે

ટ્રેન્ડ |ફેડની મીટિંગ પર બજારની નજર, વૈશ્વિક ખાદ્યતેલોમાં તોફાની તેજીની સંભાવના, સોનામાં નરમાઇનો ટ્રેન્ડ

અન્ય સમાચારો પણ છે...