તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ચોટીલામાં હત્યા કરાયેલી મહિલા રાજકોટ કોંગ્રેસમાં હોદ્દેદાર હતી

ચોટીલામાં હત્યા કરાયેલી મહિલા રાજકોટ કોંગ્રેસમાં હોદ્દેદાર હતી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આરોપી પતિના 30 સુધીના રિમાન્ડ મંજૂર થયા

ચોટીલાપંથકમાં ચકચાર મચાવનાર રાધિકા હત્યા પ્રકરણમાં પોલીસે તેના હત્યારા પતિને કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કર્યા હતાં. આમ તા. 30 નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. જ્યારે મૃતક મહિલા રાજકોટ કોંગ્રેસમાં સેક્રેટરી હતાં તેવુ પોલીસે જણાવ્યું હતું.

રાજકોટ રહેતી અને પાંચ માસ પહેલા પ્રેમલગ્ન કરનાર રાધિકા નામની પરિણીતાને તેના પતિએ બે દિવસ પહેલા ચોટીલા હાઇવે પર મિલકત બાબતે બોલાચાલી થઇ હતી. આથી કારમાં છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી નાંખતા ચકચાર ફેલાઇ હતી. જ્યારે આરોપી પતિ રવિ પોલીસના હાથે ઝડપાઇ જતાં કોર્ટમાં રજૂ કર્યો હતો. જેથી રિમાન્ડની માંગણી કરતા કોર્ટે તા. 30 નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતાં. જ્યારે રાધિકાબહેન રાજકોટ શહેર મહિલા કોંગ્રેસમાં સેક્રેટરી હતા તેવુ વીઝીટીંગ કાર્ડ પોલીસને મળ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...