તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બે દિવસ બંધ બાદ બેંકમાં આજે ફરી લાગશે લાઇન

બે દિવસ બંધ બાદ બેંકમાં આજે ફરી લાગશે લાઇન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શનિ અને રવિવારે બે દિવસ બેંક બંધ રહ્યા બાદ સોમવારે ફરી બેંક બહાર લાંબી લાઇનો જોવા મળશે. સોમવારે ભારત બંધનું એલાન હોવા છતાં શહેરની તમામ બેંક ચાલુ રહેશે અને લોકોને કરન્સી આપશે. શનિવાર અને રવિવારે બેંક બંધ રહેતા શહેરના તમામ એટીએમમાં લોકોએ પૈસા મેળવવા લાઇનો લગાવી હોવાથી એટીએમ ખાલી થઇ ગયા હતા. એટીએમ ખાલી થઇ જતા સોમવારે બેંક બહાર લાઇનો લાગશે. રિઝર્વ બેંક રાજકોટની સહકારી બેંકોને પૂરતા પ્રમાણમાં કેશ મોકલતી નથી તેથી લોકોને નક્કી થયા મુજબની રમક મળતી નથી. રિઝર્વ બેંક ખાનગી અને સરકારી બેંકોમાં કરન્સી મોકલી રહી છે, પરંતુ સૌરાષ્ટ્રમાં સહકારી બેંકો સાથે કુલ વસતીના 25-30 ટકા લોકો જોડાયેલા હોવાથી કરન્સી ક્રાઇસીસ વધુ જોવા મળે છે. બે દિવસની રજા પછી સોમવારે ફરી એક વખત બેંકો પર ધસારો થવાની સંભાવના છે. સોમવારે બંધનું એલાન છે પણ બેંકો ચાલુ રહેવાની છે તેવી જાહેરાત અધિકારીઓ કરી રહ્યા છે.

સ્થિતિ

અન્ય સમાચારો પણ છે...