તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજા લાકોએ ATMની લાઇનમાં પસાર કરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
10 નવેમ્બરથી લોકો કેશ મેળવવામાં અને બદલવા માટે એટીએમ અને બેંકો બહાર લાઇન લગાવી રહ્યા છે. આમ છતાં જરૂરત મુજબ કેશ મળતી નથી અને ધક્કા થાય છે. રવિવારની રજાનો દિવસ લોકોએ એટીએમ બહાર લાઇનમાં ઊભા રહી સમય પસાર કર્યો હોય તેવી સ્થિતિ હતી. એટીએમ બહાર લાંબી લાઇનમાં ઊભા રહ્યા બાદ પણ લોકોના હાથમાં કેશ આવતી નથી. અનેક એટીએમમાં એકથી વધુ એટીએમ કાર્ડ લઇને ઊભેલા લોકો એક પછી એક કાર્ડમાંથી રકમ ઉપાડતા માથાકૂટ, બોલાચાલી થઇ હોવાના બનાવ બન્યા છે. મહિનાના છેલ્લા દિવસો હોવાથી લોકોને કેશની વધુ જરૂરત છે, જેના પગલે એટીએમ બહાર લાઇનો લાગી હતી. બેંકોને ક્યા એટીએમમાં કેશ ખાલી થઇ ગઇ છે તેની માહિતી સતત મળતી હોય છે આમ છતાં બેંક સત્તાવાળાઓએ એટીએમમાં નાણાં મૂકવાની તસ્દી લીધી હતી. જેથી લોકોની હાલાકીમાં વધારો થયો હતો.

હાલાકી

અન્ય સમાચારો પણ છે...