• Gujarati News
  • National
  • મોદી કેવડિયામાં નર્મદા ડેમનું લોકાર્પણ કરે તેવી શક્યતા

મોદી કેવડિયામાં નર્મદા ડેમનું લોકાર્પણ કરે તેવી શક્યતા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતનીસૌથી મહત્વની અને રાજ્યની પ્રજાની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમનું કામ પૂર્ણ થયું છે અને દરવાજા બંધ કરવાની પણ મંજૂરી મળી ગઇ છે ત્યારે આગામી 29 અને 30 જૂનના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30મી જૂને ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ટેક્સટાઇલ કોન્ફરન્સનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ કેવડિયા જઇને નર્મદા ડેમનું લોકાર્પણ કરે તેવી શક્યતા છે.

હાલ કાર્યક્રમ અંગે ગુજરાત સરકાર સતત પીએમઓના સંપર્કમાં છે અને તેની તૈયારીઓ પણ આરંભી દેવામાં આવી છે. બંને દિવસ દરમિયાન વડાપ્રધાન મોદીનો શિડ્યૂયલ સતત વ્યસ્ત છે પરંતુ 30મીએ કાર્યક્રમ ગોઠવાય તેવી શક્યતા છે. વડાપ્રધાન મોદી 29મીએ સવારે અમદાવાદ આવી પહોંચશે જ્યાં સાબરમતી આશ્રમ ખાતે શ્રીમદ્ રાજચંદ્રની ટપાલ ટિકિટ અને સિક્કાનું અનાવરણ કરશે.

અન્ય સમાચારો પણ છે...