હું ગર્ભવતી છું, મારા અંગત જીવનનું સન્માન કરો: સેરેના
હું ગર્ભવતી છું, મારા અંગત જીવનનું સન્માન કરો: સેરેના
ન્યૂયોર્ક | સ્ટારટેનિસ ખેલાડી અમેરિકાની સેરેના વિલિયમ્સે દિગ્ગજ ખેલાડી જોન મેકેનરો પર પલટવાર કરતા જણાવ્યું હતું કે હું ગર્ભવતી છું અને સમયે તેના અંગત જીવનનું સન્માન કરવામાં આવવું જોઈએ. મેકેનરોએ સેરેના વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું કે જો મેન્સ કેટેગરીમાં રમી રહી હોત તો તેની રેન્કિંગ દુનિયામાં 700મી હોત. મેકેનરોએ સેરેનાને સારી ખેલાડી જણાવી હતી, પરંતુ તે સર્વશ્રેષ્ઠ ટેનિસ ખેલાડી નથી તેવું પણ કહ્યું હતું. સેરેનાએ ટ્વિટર દ્વારા મેકેનરોને જવાબ આપ્યો હતો કે પ્રિય, જોન હું તમને ખૂબ પસંદ કરું છું અને તમારું સન્માન પણ કરું છું પરંતુ તમને વિનંતી છે કે તમે મને તમારા નિવેદનોનો ભાગ બનાવો. સેરેનાએ વધુમાં જણાવ્યું હતું કે હું તો તે રેન્કના ખેલાડી સાથે રમી નથી અને મારી પાસે તેટલો સમય પણ નથી. મારું અને મારા અંગત જીવનનું સન્માન કરે, કેમ કે હાલ હું ગર્ભવતી છું અને મારા બાળકના જન્મની રાહ જોઈ રહી છું. તમારો દિવસ સારો જાય સર.