• Gujarati News
  • National
  • ઉપરાષ્ટ્રપતિની સ્પર્ધામાં હોવાનો વેન્કૈયાનો ઈનકાર

ઉપરાષ્ટ્રપતિની સ્પર્ધામાં હોવાનો વેન્કૈયાનો ઈનકાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જનતાથી દૂર રાખે એવા કોઈ પદનો મોહ નહીં

હોવાની કેન્દ્રીય શહેરી વિકાસ પ્રધાનની સ્પષ્ટતા

કેન્દ્રીયપ્રધાન વેન્કૈયા નાયડુનું નામ ઉપરાષ્ટ્રપતિની રેસ માટે વહેતું થતા રાજકીય અટકળો તેજ બની હતી. જો કે મંગળવારે નાયડુએ પદ માટે પોતે સ્પર્ધામાં નહીં હોવાનો દાવો કર્યો હતો. નાયડુએ જણાવ્યું હતું કે મને લોકોથી દૂર રાખે એવા કોઈ પણ પ્રકારના પદમાં મને કોઈ રસ નથી. જો પદ માટે મારું નામ રજૂ કરાય તો પણ હું હિસ્સો લઈશ નહીં.

કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી નાયડુએ નવી દિલ્હીમાં મંગળવારે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે લોકોની વચ્ચે રહીને તેમની સેવા કરવામાં મને વધારે આનંદ મળે છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે હું ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી લડું એવી કોઈ શક્યતા નથી. ઉલ્લેખનીય છે કે અગાઉ રાષ્ટ્રપતિ પદ માટે પણ નાયડુનું નામ વહેતું કરવામાં આવ્યું હતું.નાયડુએ કહ્યું હતું કે મને ફરજ

...અનુસંધાન પાનાં નં.8

પાડવામાં આવે તો પણ હું પદ માટેની ચૂંટણી લડીશ નહીં. થોડા દિવસ પહેલા નાયડુએ કહ્યું હતું કે હું રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ બનીશ નહીં હું માત્ર મારી પત્નીનો પતિ તરીકે સંતૃષ્ટ છું. વર્તમાન ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીનો કાર્યકાળ આગામી 10મી ઓગસ્ટે પૂરો થઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...