પાંચ દિવસમાં 17 બાળમજૂર મુક્ત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાળમજુર વિભાગે 13 જૂનના રોજ ચોર્યાસી તાલુકામાં આવેલા જલારામ ચા-નાસ્તા સેન્ટર પરથી 1 અને નિરાલી હોટલ પરથી 1 બાળ મજુર મુક્ત કરાવ્યા હતા. જે રાજસ્થાનથી અહીં કામ માટે મોકલાયા હતા. 14 જૂને મૂળ ઉત્તર પ્રદેશના અને સચીન જીઆઈડીસીમાં ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ મીલમાં કામ કરતા 2 બાળ મજુરને મુક્ત કર્યા હતા. 15 જૂને મુળ બિહારના અને નાનપુરા ખાતે જરીના કારખાનામાં કામ કરતા 7 બાળ મજુરોને મુક્ત કરાવ્યા હતા. 16મીએ રાજસ્થાનના અને કેસરીનંદન સારીઝમાં કામ કરતા 4 બાળ મજુરોને મુક્ત કરાવ્યા હતા. તો 17મીએ રાજસ્થાનના અને ઓલપાડ ખાતે કામ કરતા 2 બાળ મજુરોને છોડાવ્યા હતા. તમામને 2500થી લઈને 4000 હજાર રૂપિયા સુધીનો પગાર અપાતો હતો, જેના બદલે 10થી 12 કલાક સુધી કામ કરાવવામાં આવતું હતું.

અન્ય સમાચારો પણ છે...