તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • લુણીધારમાં મા ખોડલને 11 મણ લાપસીનો પ્રસાદ ધરવામાં આવ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લુણીધારમાં મા ખોડલને 11 મણ લાપસીનો પ્રસાદ ધરવામાં આવ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાતપાટીદાર અનામત આંદોલન સમિતીના સંયોજક હાર્દિક પટેલની જેલમુકિત થતા અમરેલીના લુણીધાર ગામે પાટીદાર સમાજના સંગઠન લુણીધાર યુવા શકિત સંગઠન દ્વારા મા ખોડલની 11 મણની લાપસીના પ્રસાદના કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું હતુ. હાર્દિક પટેલની જેલમુકિત થતા અમરેલી તાબાના લુણીધાર ગામે લુણીધાર યુવા શકિત સંગઠન દ્વારા મા ખોડલની 11 મણની લાપસીના પ્રસાદનું આયોજન કરવામા આવ્યું હતુ. જેમા આસપાસના 15 જેટલા ગામોમાથી પાટીદાર આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમમા આગામી દિવસોમાં આંદોલન આગળ ચલાવવાની રણનિતી ઘડવામા આવી હતી. અમરેલી જિલ્લા પાટીદાર અનામત આંદોલન સમિતીના માર્ગદર્શન હેઠળ આયોજીત કાર્યક્રમમા સહ કન્વીનર હરેશભાઇ બાવીશીએ આગામી દિવસોમા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ રાખવાની જાહેરાત કરી હતી.

પ્રસંગે પાટીદાર ઉદ્યોગપતિ કાંતીભાઇ વઘાસીયા, જગદીશભાઇ તળાવીયા, પરેશભાઇ પોકળ, ડો. જયેશભાઇ દેસાઇ સહિત મોટી સંખ્યામા પાટીદાર આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યાં હતા. અહી સહ કન્વીનર હરેશભાઇ બાવીશીએ જણાવ્યું હતુ કે હાર્દિક પટેલની જેલમુકિત પાટીદારોની સૌથી મોટી જીત છે આગામી દિવસોમા સમગ્ર જિલ્લાના તમામ તાલુકાઓમા હાર્દિક પટેલના માર્ગદર્શન મુજબ કાયદાના દાયરામા રહીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ચાલુ રાખી પાટીદાર શકિતના દર્શન કરાવી અનામતની માંગ બુલંદ કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો