તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ઉત્તરાખંડ અને યુપીમાં ભારે વરસાદે વધુ 20નો ભોગ લીધો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તરાખંડ અને યુપીમાં ભારે વરસાદે વધુ 20નો ભોગ લીધો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગંગા અને યમુના સહિત ઉત્તરાખંડની મોટા ભાગની નદીઓનું પાણી ભયજનક સપાટી સુધી પહોંચી ગયું, યુપીમાં મથુરા જળબંબોળ

ઉત્તરાખંડઅને ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદે વધુ 20 લોકોનો ભોગ લીધો છે ઉત્તરાખંડમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે ગંગા અને યમુના સહિત રાજ્યની મોટા ભાગની નદીઓનું પાણી ભયજનક સપાટી સુધી પહોંચી ગયું હોવાથી બદ્રીનાથ અને કેદારનાથ તરફ જતા માર્ગો બંધ કરવામાં આવતા તીર્થયાત્રા અટકી ગઇ છે. કુમાઉ ક્ષેત્રમાં જિમ કોર્બેટ રાષ્ટ્રીય પાર્કના બિજરાની અને ઢેલાના ગેટ વરસાદને કારણે પર્યટકો માટે બંધ કરી દેવાયા છે. ઉત્તરાખંડના પૌડી જિલ્લામાં એક કાર માર્ગ પરથી ઊથલીને 200 મીટર ઊંડી ખાઇમાં પડતા ત્રણ લોકો માર્યા ગયા છે અને અન્ય બે લોકો ઘવાયા છે જ્યારે ઉત્તરકાશી જિલ્લામાં ભારે વરસાદને કારણે એક ઝાડ મકાન પર પડતા મકાનની પથ્થરની છત તૂટી પડવાથી બે લોકો માર્યા ગયા છે અને એક કિશોર ગંભીર છે. જ્યારે ઉત્તરપ્રદેશમાં વરસાદ સાથે સંંબંધિત ઘટનાઓમાં 3 લોકો માર્યા ગયા છે અને અન્ય ઘણા લોકો ઘવાયા છે. રાજ્યના બલરામપુર અને મથુરામાં ભારે વરસાદને કારણે શહેરના ઘણા વિસ્તારો જળબંબાકાર થઇ ગયા હોવાથી સામાન્ય જનજીવન ખોરવાઇ ગયું છે.

ઉત્તરાખંડ અને પૂર્વ યુપીમાં વરસાદ ચાલુ રહેવાની આગાહી

ઉત્તરાખંડઅને પૂર્વ ઉત્તરપ્રદેશમાં આગામી 24 કલાક સુધી અવિરત વરસાદ ચાલુ રહેવાની સંભાવના હોવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. ઉત્તરાખંડમાં વરસાદ ચાલુ રહેવાથી પરિસ્થિતિ વધુ કથળવાની સંભાવના છે.

બિહારમાંકોસી નદીમાં પૂરની સ્થિતિ

બિહારમાંકોસી નદીની વધી રહેલી જળ સપાટીને કારણે પૂરની સ્થિતિ સર્જાઇ છે. સુપૌલ જિલ્લામાં 200 ઘર પૂરમાં તણાઇ ગયા છે. આશરે જિલ્લાના 100 ગામ પૂરમાં સપડાઇ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો