તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • હા, હું આતંકી છું : કેરળના 15માંથી એક યુવકે કબૂલ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હા, હું આતંકી છું : કેરળના 15માંથી એક યુવકે કબૂલ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુપ્તચર સંસ્થા ISના શકમંદોનું ઠેકાણું શોધી શકી નથી

તાજેતરમાંકેરળમાંથી લાપતા થયેલા 15 યુવક આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (આઇએસ)માં જોડાવા માટે પોતાના પરિવારોને છોડી દીધા છે અને ઘણા દિવસોથી તેઓ કોઇના પણ સંપર્કમાં નથી. તેમનામાંથી એક યુવક મોહમ્મદ મારવાને એક સંદેશો ટેલિગ્રામ એપ દ્વારા પોતાના પરિવારને મોકલ્યો છે. સંદેશામાં તેણે કહ્યું કે ‘લોકો મને આતંકી કહી શકે છે. જો અલ્લાહે બતાવેલા રસ્તા પર ચાલવું આતંકવાદ છે તો હા, હું અાતંકવાદી છું.’

મારવાનનો એવો દાવો છે કે તેણે સંદેશો પશ્ચિમ એશિયાની કોઇ આતંકી શિબિરમાંથી મોકલ્યો છે. આઇએસના શકમંદોનું ઠેકાણું ક્યાં છે તે ગુપ્તચર એન્જસીઓ પણ અત્યાર સુધી શોધી શકી નથી. કેરળના યુવકોના ઓચિંતા લાપતા થવાનું સત્ય શોધવા માટે હવે કેરળ પોલીસ આઇએસના સંપર્કની તપાસ કરશે.

ગુજરાત, કાશ્મીરના મુસ્લિમોને બચાવવા ISમાં જોડાયો

મારવાનેપોતાના સંદેશમાં લખ્યું છે કે હું ગુજરાત, કાશ્મીર અને મુઝફ્ફરનગરમાં મુસ્લિમ ભાઇઓને બચાવવા માટે આઇએસના સહયોગથી જે મિશન પર નીકળ્યો છું, તેને પૂરું કરીને પાછો ફરીશ. મુસ્લિમો પર હુમલા થઇ રહ્યા હોય ત્યારે હું કેવી રીતે ચૂપ રહી શકું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો