તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ટોક્યો ઓલિમ્પિકમાં ક્લાઇમ્બિંગ અને કરાટેની એન્ટ્રી થશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટોક્યો ઓલિમ્પિકમાં ક્લાઇમ્બિંગ અને કરાટેની એન્ટ્રી થશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ટોક્યો : જાપાનમાં202માં યોજાનારી ઓલિમ્પિકમાં ક્લાઇમ્બિંગની રમતનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે પાંચ રમતોમાંથી એક છે જેનો પ્રસ્તાવ ટોક્યો ઓલિમ્પિકના આયોજકોએ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટિ (આઇઓસી)ની સામે રાખ્યો હતો. તેને સામાન્ય સહેમતીથી મંજૂરી આપવામાં આવી હતી. પ્રસ્તાવ પર 3 ઓગસ્ટે ઔપરાચિક જાહેરાત કરવામાં આવશે. ચાર અન્ય રમત સ્કેટબોર્ડિંગ, સર્ફિંગ, કરાટે, બેસબોલ/સોફ્ટબોલ અંગે પણ બેઠકમાં નિર્ણય લેવાશે. સારી સ્પોન્સરશિપ અને ટીવી રેટિંગ માટે ઓલિમ્પિકના આયોજકોને પોતાની પસંદ માટે અમુક રમતો સામેલ કરવાની તક આપવામાં આવે છે.

186 દેશોનાઓછામાં ઓછા એક ખેલાડીઓ ક્વોલિફાઇ કર્યું છે રિયો માટે. પરંતુ 21 દેશ એવું કરવામાં નિષ્ફળ રહ્યા છે. તેમના ઓછામાં ઓછા બે ખેલાડીઓને વાઇલ્ડકાર્ડથી પ્રવેશ અપાયો છે.

કંટ્રોવર્સી|અેક મહિનામાં બીજી વખત ઓલિમ્પિક ટોર્ચ ઓલવવાનો પ્રયાસ, ધરપકડ કરવામાં આવી

જ્વાઇનવિલે:બ્રાઝિલનાજ્વાઇનવિલેમાં શુક્રવારે એક વ્યક્તિએ ઓલિમ્પિક ટોર્ચ બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેણે અગ્નિશામકથી ટોર્ચ પર રસાયણ છાંટ્યું પણ ટોર્ચ બુઝાઇ નહોતી. તેની તરત ધરપડક કરી દેવાઇ હતી. ટોર્ચ બુઝાવવાનો એક મહિનામાં બીજો પ્રયત્ન છે. તે પહેલા મરાકાજૂમાં ટોર્ચ પર પાણી છાંટવામાં આવ્યું હતું.

પ્રેરણાદાયી|બે કલાકમાં બે રેસ, બંનેમાં ગોલ્ડ-રેકોર્ડ

લંડન: ફિનલેન્ડનાપાવો નૂરમીએ 1924માં એવું કારનામું કર્યું હતું. જે લોકોને આજે પણ પ્રેરીત કરે છે. તેણે પેરિસ ઓલિમ્પિકમાં બે કલાકની અંદર 1500 મીટર અને 5000 મીટર રેસમાં ગોલ્ડ જીત્યા હતા. ખાસ વાત રહી છે એટલા ઓછા સમયમાં તેણે બે રેસમાં ઓલિમ્પિક રેકોર્ડ પણ નોંધાવ્યો હતો. પાવોએ ત્રણ ઓલિમ્પિકમાં 9 ગોલ્ડ અને બે સિલ્વર મેડલ જીત્યા હતા.

18

દિવસબાકી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો