તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વિજેન્દ્રસિંહના પાક. બોક્સર આમિર સાથે ફાઇટના સંકેત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિજેન્દ્રસિંહના પાક. બોક્સર આમિર સાથે ફાઇટના સંકેત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડબ્લ્યૂબીઓએશિયા પેસેફિક ચેમ્પિયન બન્યા બાદ હવે બોક્સર વિજેન્દ્રસિંહે પોતાની આગામી ફાઇટ અંગેનો સંકેત પણ આપી દીધો છે. ફાઇટ જીત્યા બાદ તેણે પાકિસ્તાની મૂળના બ્રિટિશ બોક્સર આમિર ખાનની ચેલેન્જ પણ સ્વીકારી લીધી છે. ફાઇટ બાદ ભારતીય બોક્સરે જણાવ્યું હતું કે મને ચેલેન્જ કબૂલ છે અને પરિસ્થિતિ અનુકૂળ રહી તો જલદીથી ફાઇટને વિશ્વભરના સમર્થકો નિહાળી શકશે.

30 વર્ષીય વિજેન્દ્રે શનિવારે રાત્રે પ્રેક્ષકોના અપાર સમર્થન વચ્ચે ભૂતપૂર્વ ડબ્લ્યૂબીસી યુરોપિયન ચેમ્પિયન કેરી હોપને 10 રાઉન્ડના મુકાબલામાં હરાવીને સુપર મિડલ વેઇટ ટાઇટલ જીત્યું હતું. તેનો સતત સાતમો વિજય છે. તે ડબ્લ્યૂબીઓ રેન્કિંગમાં 15મા ક્રમાંકે પહોંચી ગયો છે અને તેણે આગામી બે મહિનામાં પોતાના ટાઇટલનું રક્ષણ કરવું પડશે. વિજેન્દ્રે પોતાના ટાઇટલનો વિજય સ્વર્ગસ્થ દિગ્ગજ બોક્સર મોહમ્મદ અલીને સમર્પિત કર્યો હતો. પોતાની ભાવિ યોજના અંગે તેણે જણાવ્યું હતું કે હું કેટલાક દિવસ સંભવિત એક મહિના સુધી આરામ કરવા માગું છું અને ત્યારબાદ આગામી યોજના ઘડીશ. વિશ્વમાં 15મા ક્રમાંકે પહોંચ્યો હોવાના કારણે મારે વધારે કપરા મુકાબલાનો સામનો કરવો પડશે અને હું તેના માટે તૈયાર છું. આમિરના સંદર્ભમાં વિજેન્દ્રે જણાવ્યું હતું કે મારી તથા આમિરની વેઇટ કેટેગરી અલગ છે તેથી તેણે પોતાનું વજન વધારવું પડશે અથવા મારે ઓછું કરવું પડશે. તો મુકાબલા અંગે વધારે વાતચીત થઇ શકશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો