તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ડ્રો મેચમાં અશ્વિન ઝળક્યો, અન્ય બોલર્સ નિષ્ફળ રહ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડ્રો મેચમાં અશ્વિન ઝળક્યો, અન્ય બોલર્સ નિષ્ફળ રહ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઓ‌ફસ્પિનર અશ્વિનને બાદ કરતાં ભારતના અન્ય બોલર્સે વિકેટ ઝડપવા માટે સંઘર્ષ કરતાં યજમાન વેસ્ટ ઇન્ડીઝ બોર્ડ પ્રેસિડેન્ટ ઇલેવનની ટીમે અહીં રમાયેલી ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચને ડ્રો કરવામાં સફળતા મેળવી હતી. બ્લેકવૂડના 51 રનની મદદથી બોર્ડ ઇલેવને મેચના છેલ્લા દિવસે વિકેટે 223 રન બનાવ્યા હતા. બોર્ડ ઇલેવન તરફથી બ્લેકવૂડ ઉપરાંત વિશાલે 39, મોન્ટસિન હોજે અણનમ 39 તથા ઓફ સ્પિનર જ્હોન કેમ્પબેલે 31 રનની ઉપયોગી ઇનિંગ્સ રમી હતી. સ્પિનર અશ્વિને 59 રનમાં સર્વાધિક ત્રણ વિકેટ ખેરવી હતી. ભારતના પ્રથમ દાવ 364 રનના સ્કોરે સમેટાયો હતો. બોર્ડ પ્રેસિડેન્ટ ઇલેવન ટીમ પ્રથમ દાવમાં 180 રનના સ્કોરે ઓલઆઉટ થઇ ગઇ હતી. સુકાની વિરાટ કોહલીએ યજમાન ટીમના બીજા દાવમાં આઠ બોલર્સને અજમાવ્યા હતા. પ્રથમ પ્રેક્ટિસ મેચમાં બેટથી નિષ્ફળ રહેલા કોહલીએ મેચમાં અડધી સદી નોંધાવી હતી. બીજી તરફ પોતાના ફોર્મ અંગે વ્યક્ત થતી ચિંતાઓને દૂર કરીને અશ્વિને મેચમાં કુલ વિકેટ ઝડપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો