તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પર્યાવરણને બચાવવા માટે નાનકડા પગલાંનું મોટું મહત્ત્વ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પર્યાવરણને બચાવવા માટે નાનકડા પગલાંનું મોટું મહત્ત્વ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એક કપ ચા અને બિસ્કિટના એક પેકેટની સાથે પર્યાવરણ અને ટકાઉ વિકાસના મુદ્દે પોતાના મિત્રો સાથે ગરમાગરમ ચર્ચામાં પરોવાઈ ગયો હતો. અમે વાત કરી રહ્યા હતા કે કેવા મહત્ત્વપૂર્ણ હકારાત્મક પરિવર્તન લાવવા જોઈએ. આપણે સફાઈ અભિયાન અને સ્વચ્છ ભારત અભિયાનની વાતો કરી રહ્યા છીએ. મોટાપાયે પરિવર્તનની વાતો થાય છે.

ચા-બિસ્કિટની સાથે ચર્ચાનો પણ અંત આવ્યા બાદ અમે અમારા રસ્તે નીકળી ગયા. અમારા ઉપદેશોથી બેખરબ બિચારું બિસ્કિટનું ખાલી રેપર જમીન પર પડી રહ્યું. દિવસમાં આપણે કેટલીવાર પ્રકારની ગતિવિધિઓમાંથી પસાર થઈએ છીએ? શું આપણે ખરેખર તેના પરિણામોથી અવગત હોઈએ છીએ? બધું કોના માટે? માત્ર સુવિધા ખાતર? દર બીજા દિવસે આપણે જળવાયુ પરિવર્તન પર કેટલાક નિષ્ણાંતોનો અહેવાલ-લેખ વાંચવા મળે છે. જેમાં યાદ અપાવવામાં આવે છે કે જો આપણે પર્યાવરણ વિનાશના પોતાના માર્ગ પર ચાલતા રહીશું તો આપણે કેટલીક ખતરનાક સ્થિતિની તરફ આગળ ધપી જઈશું. તેમ છતાં પણ આપણે તેનાથી બચીની નીકળી જઈએ છીએ, પરિણામો વિશેની જરા પણ સભાનતાની જાણ વિના. નાના નાના ડગ ભરવાથી લાંબો પ્રવાસ ખેડી શકાય છે. પણ લાગે છે કે આપણે ભૂલી ગયા છીએ. દરરોજ આપણે અજાણાતા કે અજ્ઞાનવશ નાની નાની ગતિવિધિઓમાં ભાગીદાર બનીએ છીએ. પણ જરા વિચારીએ કે એક અબજ કરતા વધારે લોકોની આવી નાની નાની ગતિવિધિઓની શું અસર થાય છે?

વિચારવા જેવી વાત છે કે જ્યારે માનવ જીવનની અવધિ વધી રહી છે ત્યારે શક્ય છે કે આપણે પોતાની કરણીના ભાવિ પેઢી પર થનારા પરિણામો જોવા માટે જીવિત રહીશું. આપણા પ્રયાસો ટકાઉ વિકાસની દિશામાં હોવા જોઈએ. જ્યાં આપણું અજ્ઞાન પરત ફરીને આપણને નુકસાન પહોંચાડવા માટે આવશે નહીં.

અંડર -

કરન્ટઅફેર્સ વિશે 30થી ઓછી વયના યુવાઓનો અભિપ્રાય

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો