તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અમેરિકનોને હિલેરી કે ટ્રમ્પ, બેમાંથી કોઈ પર ભરોસો નથી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમેરિકનોને હિલેરી કે ટ્રમ્પ, બેમાંથી કોઈ પર ભરોસો નથી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એમી શોઝિક અને દાલિયા સુસમેન

બ્રાઝિલમાંબંદૂક હિંસા, શ્વેત-અશ્વેતો કરતા પણ ચર્ચા વધારે ગરમ છે કે અમેરિકામાં કોણ જીતશે. અમેરિકામાં જો મતદારો હિલેરી ક્લિન્ટનને વોટ આપશે તો સતત ત્રીજી વખત ડેમોક્રેટિક પાર્ટીની જીત થશે. તેનાથી બે મોટા રેકોર્ડ બનશે. પ્રથમવાર સામાન્ય ચૂંટણી કોઈ એક પક્ષ સળંગ ત્રણ વખત જીતશે. બીજું, અમેરિકામાં પ્રથમ વખત કોઈ મહિલા પ્રમુખ બનશે.

ઇ-મેલ પ્રકરણની તપાસમાં સ્પષ્ટ થઈ ગયું છે કે હિલેરી ક્લિન્ટને વિદેશ પ્રધાન તરીકે રાષ્ટ્રીય સુરક્ષાને સંકટમાં મૂકી હતી એટલું નહીં પણ જવાબદાર પદે હોવા છતાં પણ તેઓ બેજવાબદારીપૂર્વત વર્ત્યા હતા. તપાસ કરનાર એફબીઆઇની યાદીમાં જ્યારેથી હેલેરીનું નામ આવ્યું છે ત્યારથી તેમની ઉમેદવારી સામે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. રિપોર્ટમાં હિલેરીનું નામ આવતાની સાથે ન્યૂયોર્ક ટાઇમ્સ અને સીબીએસ ન્યૂઝે સર્વેક્ષણ દ્વારા મતદારોનો અભિપ્રાય માગ્યો હતો. જેમાં મોટાભાગનાઓએ કહ્યું હતું કે હિલેરી ક્લિન્ટન પર ભરોસો મૂકી શકાય એમ નથી.

મતદારોનો અભિપ્રાય એવા સમયે આવ્યો છે જ્યારે મહિના હિલેરી ક્લિન્ટન પોતાની પાર્ટીની તરફથી ફિલાડેલ્ફિયા સંમેલનમાં મુખ્ય ચૂંટણી માટે નામાંકન સ્વીકારવાની છે. શક્ય છે કે તેમને મતદારોનો સામનો પણ કરવો પડશે. મતદારોમાં 67 ટકાએ કહ્યું હતું કે હિલેરી પ્રમાણિક નથી અને તેમના પર ભરોસો મૂકી શકાય એમ નથી. એફબીઆઇનો અહેવાલ આવ્યો અગાઉ સીબીએસ ન્યૂઝ પર સર્વેક્ષણ થયા હતા તેમાં પ્રકારનો અભિપ્રાય ધરાવતા લોકોની સંખ્યા 62 ટકા હતી. શક્ય છે કે રિપબ્લિકનના ડોનાલ્ડ ટ્રમ્પની સરખામણીમાં ક્લિન્ટનના પોઇન્ટ ટકા વધારે છે. બન્ને ઉમેદવારો સામન્ય ચૂંટણીમાં એકમેકની સામે છે. નવા પોલ દ્વારા ખ્યાલ આવ્યો છે કે બન્ને ઉમેદવારોએ ઓછામાં ઓછા 40-40 ટકા મતદારોનું સમર્થન મેળવશે.

કોઈ એક પોલની વાત કરતા અલગ અલગ પોલને જોઈએ તો અત્યંત ઓછા વોટથી ક્લિન્ટન ટ્રમ્પને માત આપી શકશે. નવા પોલમાં પણ ખ્યાલ આવ્યો છે કે મતદારોએ તેમને ઇમેલ પ્રકરણને બેજવાબદારીભર્યું ગણાવ્યું છે પણ ગેરકાયદેસર નહીં. તેથી હવે એવું કહી શકાય છે કે પ્રકરણને કારણે થતું નુકસાન તેમના માટે સ્થાયી નહીં હોય.

ટ્રમ્પ વિશે 62 ટકા મતદારોનો અભિપ્રાય છે કે તેમના પર વિશ્વાસ કરી શકાય એમ નથી. તેમના બિઝનેસ રેકોર્ડની સ્ક્રુટીની, ઉશ્કેરણીજનક ભાષણો અને ટ્વિટર પર સંદેશાઓ છતાં પણ આંકડા હજુ આટલા છે. પણ જોવું પણ રસપ્રદ છે કે વિદેશ મંત્રાલય સમક્ષ પ્રસ્તુત થયા ત્યારે હિલેરી ક્લિન્ટન પોતાના ઇમેલ પ્રકરણ વિશે પૂરતી સ્પષ્ટતા કરી શક્યા નહોતા.

ગત સપ્તાહમાં એફબીઆઇના ડિરેક્ટર જેમ્સ કોમ કહી ચૂક્યા છે કે ક્લિન્ટન સામે તેઓ અપરાધિક કેસની તરફેણ કરતા નથી. પણ તેમનો કાર્યકાળ અત્યંત બેજવાબદારીપૂર્વકનો હતો. વધારે સંખ્યા એવા મતદારોની પણ છે જેઓ માને છે કે ટ્રમ્પ કરતા વધારે ક્લિન્ટન પોતાની નવી જવાબદારી સંભાળવા માટે વધારે જવાબદાર છે. પ્રકારનું મંતવ્ય ધરાવતા મતદારોની સંખ્યા 50 ટકા છે. જ્યારે ટ્રમ્પ વિશે આવું માત્ર 30 ટકા મતદારોએ કહ્યું છે. જો કે ક્લિન્ટનને હજુ તૈયારીને ગત સપ્તાહની સરખામણીમાં 9 ટકા મતદારોએ અસ્વીકાર્ય કર્યા છે. પાર્ટીના સંમેલનમાં ઉમેદવાર તરીકે તેમને પ્રકારના મતદારોનો સામનો કરવો પડશે. તેઓ નિરાશ પણ છે અને ક્રોધિત પણ છે.

માત્ર 28 ટકા મતદારોનો દૃષ્ટિકોણ ક્લિન્ટનને લઈને હકારાત્મક છે. જ્યારે ગત મહિને આંકડો 33 ટકા હતો. 46 ટકા મતદારો ક્લિન્ટનના ઇમેલ પ્રકરણને ગેરકાયદે માને છે. જ્યારે 23 ટકા લોકોનું એવું માનવું છે કે અંગત સર્વરનો ઉપયોગ કરવો યોગ્ય નથી. પણ તેઓ એને ગેરકાયદે માનતા નથી. 24 ટકાનું કહેવું છે કે ક્લિન્ટને કશું ખોટું કર્યું નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો