તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • GST: મોદીની અપીલને વિપક્ષે ખાડામાં નાખી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

GST: મોદીની અપીલને વિપક્ષે ખાડામાં નાખી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સોમવારથીસંસદનું ચોમાસુ સત્ર શરૂ થઈ રહ્યું છે. વડાપ્રધાન મોદીએ તે પહેલાં રવિવારે જીએસટી જેવા મહત્વના મુદ્દે સર્વસંમતિ માટે સર્વપક્ષીય બેઠક બોલાવી સહકાર માંગ્યો હતો. પરંતુ હાલતુરતતો વિપક્ષે તેમની અપીલને ખાડામાં નાખી છે. કોંગ્રેસે એવું જણાવ્યુ છે કે અમે તેનો વિરોધ કરતા નથી પરંતુ ડ્રાફટ જોઈને નક્કી કરીશું.

વિરોધપક્ષો ઉત્તરાખંડ અને અરુણાચલ પ્રદેશના રાજકીય ઘટનાક્રમ, કાશ્મીર હિંસા અને મોંઘવારી જેવા મુદ્દે સરકારને ઘેરવાની તૈયારી કરી રહ્યા છે. વિપક્ષોનું વલણ જોતાં લાગી રહ્યું છે કે સત્રના શરૂઆતના દિવસો તોફાની બની રહેશે. જોકે, સરકારે જણાવ્યું છે કે વિવિધ મુદ્દે ચર્ચા કરી શકાય છે. વડાપ્રધાન મોદીએ તમામ રાજકીય પક્ષોને અરસપરસના ભેદભાવ ભૂલી જઈને જીએસટી બિલ પસાર કરવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જીએસટીનું રાજકીય મહત્વ છે. મુદ્દો નથી કે તેનો શ્રેય કઈ સરકારને મળશે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે ગૃહમાં રજૂ થનારાં વિવિધ અગત્યનાં બિલ અંગે સાર્થક ચર્ચા કરાશે તો શ્રેષ્ઠતમ પરિણામો મળશે. ...અનુસંધાન પાનાં નં.15

કાશ્મીર મુદ્દે એક સૂરમાં બોલવા બદલ પણ તેમણે વિપક્ષોનો આભાર માન્યો હતો. સંસદીય કાર્યપ્રધાન અનંતકુમારે જણાવ્યું હતું કે તમામ પક્ષોએ સકારાત્મક સહકારનું આશ્વાસન આપ્યું છે. જીએસટી અંગે સર્વાનુમતિ સાધવા અંગે ચર્ચા થઈ હતી. જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠકમાં જીએસટી અંગે સર્વાનુમતિ નહીં સાધી શકાઈ હોવાના સંકેતો મળ્યા છે. કોંગ્રેસે પોતાનું વલણ સ્પષ્ટ કરવાને બદલે ડ્રાફ્ટ જોઈને નિર્ણય લેવાની વાત કરી છે.

માહિતી અને પ્રસારણ પ્રધાન વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું કે મોટા ભાગનાં રાજ્યો જીએસટીની તરફેણમાં છે. કોઈ પણ પક્ષ તેનો ખૂલીને વિરોધ કરી શકે તેમ નથી. તેવામાં બિલ પસાર થઈ જશે. તેમણે જણાવ્યું હતું કે જીએસટી સર્વાનુમતે પસાર થશે તો દેશ માટે સારું રહેશે.

કાશ્મીર નીતિ અંગે પ્રશ્નો ઉઠાવાશે

કાશ્મીરમાં થયેલી હિંસા અને દેખાવોનો મુદ્દો સંસદમાં ઉઠાવાશે. અહીં કુલ 40 કરતાં વધારે મૃત્યુ થઈ ચૂક્યાં છે. જ્યારે 3500 કરતાં વધુ લોકો ઘાયલ થયા છે. કોંગ્રેસ સહિતના વિપક્ષોનો આરોપ છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર સ્થિતિને પહોંચી વળવામાં નિષ્ફળ રહી છે. જમ્મુ-કાશ્મીરમાં પણ ભાજપની યુતિ ધરાવતી સરકાર છે. કોંગ્રેસ મોદી સરકારની કાશ્મીર અને પાકિસ્તાન અંગેની નીતિ વિશે સતત સવાલો કરતી આવી છે. તેવામાં પાર્ટી મુદ્દો સંસદમાં જોરશોરથી રજૂ કરવાની તૈયારીમાં છે.

આજથી સંસદનું ચોમાસુ સત્ર ,મોદીએ તમામ પક્ષોનો સહકાર માગ્યો, કોંગ્રેસે કહ્યું - પહેલાં ડ્રાફટ જોઈશું

સરકાર 16 બિલ લાવશે

^ચોમાસું સત્ર શાંતિથી ચાલવા દેવાનું વિપક્ષોએ આશ્વાસન આપ્યું છે. > અનંતકુમાર,સંસદીયકાર્ય પ્રધાન

^બિલ પસાર કરવામાં કોંગ્રેસ રોડાં નહીં નાખે. પહેલાં GSTનો ડ્રાફ્ટ જોશું. > ગુલામનબીઆઝાદ, રાજ્યસભામાંવિરોધપક્ષના નેતા

કોંગ્રેસ વિઘ્ન નહીં નાખે

સત્ર શાંતિથી ચલાવવા અંગે સહમતી

{સંસદીય બાબતોનાપ્રધાન અનંતકુમારે જણાવ્યું હતું કે કોંગ્રેસે મેરિટના આધારે બિલોને ટેકો આપવાનું આશ્વાસન આપ્યું છે. સત્રમાં સરકાર 16 બિલ રજૂ કરશે. જે મહત્ત્વના છે.

{ઓલપાર્ટીમીટિંગમાં તમામ પક્ષોએ જીએસટી બિલ અંગે ચર્ચા કરી હતી. અમે અંગે સહમતિ બનાવવાની કોશિશ કરી છે.

{વેંકૈયાનાયડુએજણાવ્યું હતું કે જીએસટી બિલને બહુમતીના બદલે સર્વાનુમતે પસાર કરવું જોઇએ. જો તે સર્વાનુમતે પસાર થશે તો દેશ માટે સારું રહેશે.

નવી દિલ્હીમાં સર્વપક્ષીય બેઠકમાં જીએસટી અંગે સર્વ સંમતિ સધાતા મોદી ચિંતિત દેખાતા હતા.

સંસદમાં 56 બિલ પડતર

{18જુલાઈથી 12 ઓગસ્ટ ચોમાસું સત્ર ચાલશે, 20 બેઠકો થશે

{સરકારે સંસદમાં 16 બિલ રજૂ કરવા દરખાસ્ત મૂકી છે

{3 બિલ વટહુકમની જગ્યા લેવા માટે રજૂ કરાશે

{56 બિલ પડતર છે, 11 લોકસભા અને 45 રાજ્યસભામાં

વિપક્ષોના મુખ્ય મુદ્દાઓ

{ઉત્તરાખંડ-અરુણાચલમાંરાજ્યપાલો મારફતે સરકાર ઊથલાવવા

{એનએસજીનું સભ્યપદ મેળવવામાં મળેલી નિષ્ફળતા.

{કાશ્મીરમાં 10 દિવસથી ચાલી રહેલી હિંસા અને વિરોધ પ્રદર્શનો.

{ખેડૂતો ઉપર વધી રહેલું દેવું અને કૃષિ ક્ષેત્રની બગડતી સ્થિતિ.

{દાળ સહિત જરૂરી વસ્તુઓના ભાવમાં થઈ રહેલો તીવ્ર વધારો.

રહ્યાં અગત્યનાં બિલ

{સરકારનીયોજના 18 જુલાઈથી ચાલુ થઈ રહેલાં ચોમાસું સત્રમાં રાજ્યસભાની અંદર જીએસટી બિલ બંધારણીય સુધારા માટે રાખવાની છે.

{અન્ય અગત્યનાંબિલોમાં ગ્રાહક સુરક્ષા બિલ 2015, બેનામી ટ્રાન્ઝેક્શન (પ્રોહિબિશન) એમેન્ડમેન્ટ બિલ 2015, લોકપાલ એન્ડ લોકાયુક્ત એન્ડ અધર રિલેટેડ લૉ (એમેન્ડમેન્ટ) બિલનો સમાવેશ થાય છે.

{બીજીતરફ વિપક્ષે ચોમાસું સત્રમાં અરુણાચલ, એનએસજી અને કાશ્મીર હિંસાના મુદ્દે સરકાર ઉપર પ્રહારો કરવાની યોજના ઘડી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો