તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ભેંસાણનાં ખારચીયામાં પાક સુકાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભેંસાણનાં ખારચીયામાં પાક સુકાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભેંસાણતાલુકામાં પણ મગફળીનાં ઉભા પાક મુંડા નામની જીવાતનાં કારણે સુકાવા લાગ્યા છે અને જેમાં મોંઘીદાટ દવાઓનો છંટકાવ કરવા છતાં પરિણામ શુન્ય મળી રહ્યું છે. ખેડૂતો પર ચિંતાનાં વાદળો ઘેરાયા છે અને જેથી તંત્ર દ્વારા વહેલી તકે વળતર ચુકવવા માંગ કરવામાં આવી છે.

ભેંસાણનાં ખારચીયા (વાંકુના) ગામનાં ખેડૂતોએ વર્ષે વધારે મગફળીનું વાવેતર કર્યું હતુ અને ઉગાવાની સાથે મુંડા નામની જીવાતનો ખેતરોમાં ઉપદ્રવ વધવા લાગતા ખેડૂતો ચિંતીત બન્યા હતા અને પાકને બચાવવા દવાનો છંટકાવ કર્યો હતો. તેમ છતાં સુકાવા લાગ્યો હતો અને હાલમાં ખેતરો ખાલીખમ જોવા મળી રહ્યા છે અને ખેડૂતોએ એવું પણ જણાવ્યુ હતુ કે 10 દિવસમાં વિસ્તારનો સર્વે કરી વળતર નહીં ચુકવવામાં આવે તો ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

અંગે વલ્લભભાઇ શંભુભાઇ વોરા નામનાં ખેડૂતે જણાવ્યુ હતુ કે વિસ્તારમાં મુંડાનાં કારણે મગફળીનો પાક નિષ્ફળ ગયો છે જેથી વળતર ચુકવવું જોઇએ.

શું કહે છે ખેડૂત.?

મુંડાનાં ત્રાસને લઈ ગ્રામજનોએ મિટીંગ યોજી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો