તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કાશ્મીરમાં વધુ 60 ઘવાયા, એકનું હાર્ટએટેકથી મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાશ્મીરમાં વધુ 60 ઘવાયા, એકનું હાર્ટએટેકથી મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

કાશ્મીરમાં61મા દિવસે પણ હિંસક દેખાવો થયા હતા. સૌથી વધારે હિંસા બબાલ પુલવામા, બિજબેહડા. કુલગામ અને કુપવાડામાં થઇ હતી. અહીં 60 કરતાં વધારે દેખાવકારો ઘવાયા હતા. કુલગામમાં એક વ્યક્તિનું હાર્ટએટેકના કારણે મોત થયું હતું. જ્યારે, રાજ્યભરમાં અલગતાવાદીઓ દ્વારા કાઢવામાં આવી રહેલી રેલીઓને સુરક્ષાદળોએ નિષ્ફળ બનાવી દીધી હતી.

બુધવારે કાશ્મીરના ઘણા વિસ્તારોમાં આઝાદી માટે રેલીઓ કાઢવામાં આવી હતી. તેમાં સૌથી મોટી રેલી પુલવામા જિલ્લાના મુરાનમાં નીકળી હતી. સુરક્ષાદળોએ રેલીને અટકાવી તો ટોળાએ જોરદાર પથ્થરમારો કર્યો હતો. તે બાદ સુરક્ષાદળોને પણ બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી. ચવલગામ વિસ્તારમાં અબ્દુલ ગની મીરનું હાર્ટ એટેકને કારણે મોત થયું હતું. તેના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે સુરક્ષાદળોએ દેખાવકારો પર ટિયર ગેસનો પ્રયોગ કર્યો હતો અને તેના અવાજને કારણે મીરનું મોત થયું છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં દુકાનો બંધ રહી હતી.સ્કૂલ-કોલેજોમાં પણ પાંખી હાજરી જોવા મળી હતી.

રસ્તા ઉપર વાહનોની અવર-જવર પણ ઓછી હતી. કાશ્મીરખીણમાં લગભગ સર્વત્ર મોટી સંખ્યામાં સુરક્ષાદળો ખડકાયેલા છે. પરિસ્થિતિ તંગદીલી પૂર્ણ હોવા છતાં આંશિક રીતે નિયંત્રણમાં હોવાનો દાવો કરાઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો