તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વર્લ્ડ વિન્ડો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાન જુઆન | તસવીરમાંસ્કૂલનાં બાળકો સાથે બાસ્કેટબોલ રમતા દેખાય છે તે અમીરાતના અજમાનના રાજ પરિવારના શેખ અબ્દુલ અઝીઝ બિન અલી રાશિદ અલ નુઆમી છે. તેઓ તેમના મૈત્રી પ્રવાસ અંતર્ગત પ્યુર્ટો રિકો પહોંચ્યા છે. તેઓ યુવાનોને પર્યાવરણની સુરક્ષા માટે જાગૃત કરતા હોવાથી ‘ગ્રીન શેખ’ તરીકે જાણીતા છે.

ગ્રીનવિલે | અમેરિકીપ્રમુખપદ માટેના રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ મંગળવારે ગ્રીનવિલેમાં ચૂંટણીસભાને સંબોધવા પહોંચ્યા હતા. ધારણાથી વધુ લોકો આવતાં તેઓ ટ્રમ્પને બરાબર જોઇ શકતા નહોતા, જેથી આયોજકોએ ટ્રમ્પને ખુરશી પર ઊભા કરી દીધા. ટ્રમ્પે ખુરશી પર ઊભા રહીને લોકોને સંબોધ્યા.

કઝાકિસ્તાન | આંતરરાષ્ટ્રીયઅવકાશ સ્ટેશનમાં મહિના ગાળ્યા બાદ અવકાશયાત્રી કમાન્ડર વિલિયમ્સ, બે રશિયન એસ્ટ્રોનોટ્સ ઓલેગ સ્ક્રિપોચકા અને એલેક્સી ઓવચિનિન સાથે રશિયન સોયુઝ સ્પેસક્રાફ્ટથી કઝાકિસ્તાન ઉતર્યા હતા. વિલિયમ્સે આઈએસએસમાં સૌથી વધારે દિવસ રહેવાનો અમેરિકન રેકોર્ડ બનાવ્યો હતો. તેઓ 4 મિશનમાં 534 દિવસ રહી ચૂક્યા છે.

ગુઆંગઝોઊ | અહીંએક યુનિવર્સિટી વિદ્યાર્થીએ 999 પોમેલો (મોસંબી જેવું ફળ)થી હાર્ટની આકૃતિ બનાવી હતી અને પોતાની સાથી સ્ટુડન્ટને પ્રપોઝ કર્યુ હતું. પણ તેણે આમ કહીને ના કહી હતી કે તેઓ માત્ર સારા મિત્ર છે.તે બાદ ત્યાં હાજર સ્ટુડેન્ટ્સે છોકરીને પૂછીને બધાં ફળ ઉઠાવી લીધાં હતાં. ગયા વર્ષે પણ રીતે એક વિદ્યાર્થીએ લીચી મૂકીને પ્રપોઝ કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો