તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • BCCI સામે ICC ઝૂક્યું, ટુ ટાયર ટેસ્ટની યોજના પડતી મૂકી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

BCCI સામે ICC ઝૂક્યું, ટુ-ટાયર ટેસ્ટની યોજના પડતી મૂકી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ટરનેશનલક્રિકેટ કાઉન્સિલે (આઇસીસી) વિશ્વના સૌથી ધનાઢ્ય ક્રિકેટ બોર્ડ બીસીસીઆઇના સજ્જડ વિરોધ બાદ ટુ-ટાયર ટેસ્ટ પ્રણાલીના પોતાના વિવાદાસ્પદ પ્રસ્તાવને પાછો ખેંચી લીધો છે. બીસીસીઆઇના વિરોધમાં શ્રીલંકા, ઝિમ્બાબ્વે, વેસ્ટ ઇન્ડીઝ તથા બાંગ્લાદેશનું જોરદાર સમર્થન મળ્યું હતું. આઇસીસીના એક અધિકારીએ જણાવ્યું હતું કે બે સ્તરની ટેસ્ટ પ્રણાલીના પ્રસ્તાવ અંગે મુખ્ય અધિકારીઓની સમિતિની દુબઇમાં યોજનારી બે દિવસીય બેઠક દરમિયાન ચર્ચા થઇ શકતી હતી પરંતુ ચાર સભ્ય દેશોની આપત્તિને ધ્યાનમાં રાખીને તેને પડતી મૂકવામાં આવી છે. આઇસીસી હવે પ્રસ્તાવ અંગે નવેસરથી સમીક્ષા કરશે. બીસીસીઆઇના પ્રમુખ અનુરાગ ઠાકુર શરૂઆતથી યોજનાનો વિરોધ કરી રહ્યા છે. તેમનું માનવું હતું કે યોજના નાણાકીય રીતે નબળા દેશ માટે હાનિકારક હતી. તેમણે આઇસીસીના નિર્ણયને આવકાર્યો હતો.

પ્રત્યેકદેશના હિતમાં બીસીસીઆઇ કામ કરશે : બીસીસીઆઇપ્રમુખ અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે જે ક્રિકેટ બોર્ડે અમારી દલીલને સમજી છે તેમનો હું આભાર માનું છું. વિશ્વ ક્રિકેટના પ્રમુખ હિતેચ્છુ હોવાના નાતે બીસીસીઆઇ તમામ સભ્યોને સાથે લઇને કાર્ય કરવાની પ્રણાલીને વળગી રહેશે. બીસીસીઆઇ પ્રત્યેકના હિત તથા ક્રિકેટના વિકાસ સાથે કોઇ સમાધાન કરશે નહીં. વર્તમાન ટેસ્ટ ફોર્મેટના કારણે રમતના વિકાસ તથા લોકપ્રિયતા પ્રભાવિત થઇ રહી નથી.

અયાઝ મેમણ (ભાસ્કર એક્સપર્ટ)

આઇસીસીનીઅંદર જે તાકાતની લડાઇ મહિનાથી ચાલી રહી હતી, તેનો પહેલો ભાગ બોર્ડે જીતી લીધો છે. તેના વિરોધથી આઇસીસીને ટુ-ટાયરનો નિર્ણય પરત લેવો પડ્યો. પરંતુ લડાઇ થોભી નથી. લાંબી ચાલશે. જ્યાં સુધી બોર્ડ મોભો પરત મેળવી લેં ત્યાં સુધી. વધુ એક વાત, શશાંક મનોહર પણ બીસીસીઆઇના નિશાન પર છે. તેમણે આઇસીસી ચેરમેન બન્યા બાદ બીજા દેશના અધિકારીઓ સાથે હાથ મિલાવી દીધા છે. ફાઇનાન્સ જેવી કમિટિમાં તેમનો એક પણ અધિકારી નથી. ઇંગ્લેન્ડને ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની માટે 13.5 કરોડ ડોલરની મદદનો વિરોધ બીસીસીઆઇના પ્લાનનો ભાગ છે.

મોભો પરત મેળવવા માટે બીસીસીઆઇની લડત

ભારત 2017ની ચેમ્પિયન્સ ટ્રોફી પડતી મૂકે તેવા સંકેત

ભારતીયક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ) તથા આઇસીસી વચ્ચેના મતભેદો હજુ જારી રહ્યા છે અને અન્ય સભ્ય બોર્ડ સાથેના પક્ષપાતના મામલે બીસીસીઆઇએ આઇસીસીને ધમકી આપી છે કે તે 2017માં રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફીને પડતી મૂકી શકે છે. કેટલાક દિવસ પહેલાં આઇસીસીની ફાયનાન્સ સમિતિની બેઠકમાં બીસીસીઆઇને સામેલ કરવામાં આવ્યું નહોતું અને ત્યારપછી બંને બોર્ડ વચ્ચેના મતભેદો વધુ વણસ્યા છે. બીસીસીઆઇના સેક્રેટરી અજય શિર્કેએ જણાવ્યું હતું કે આઇસીસીએ બોર્ડનું અપમાન કર્યું છે. પ્રકારની મિટિંગમાં મહત્વના નિર્ણય લેવાતા હોય છે અને તેમાં ભારતના પ્રતિનિધિતની હાજરી નહીં હોવા તે બોર્ડના અપમાન સમાન છે. આઇસીસીએ મુદ્દે સુધારો કરવાની જરૂર છે અથવા તો પછી અમે ભારતના ક્રિકેટ ઇન્ટરેસ્ટને બચાવવા માટે કશું પણ કરી શકીએ છીએ. અમે ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી નામ પાછું ખેંચી શકીએ છીએ. કદાચ આ‌વી પરિસ્થિતિ ઊભી ના થાય પરંતુ અમારા પાસે બીજા વિકલ્પ પણ છે.

મુશ્કેલીક્યાંથી શરૂ થઇ ?| આઇસીસીએચેમ્પિયન્સ ટ્રોફી માટે ઇંગ્લેન્ડને 135 મિલિયન અમેરિકન ડોલરનું બજેટ આપ્યું હતું અને ચાલુ વર્ષે ભારતમાં રમાયેલા ટી20 વર્લ્ડ કપ માટે ભારતને માત્ર 45 મિલિયન ડોલર આપવામાં આવ્યા હતા. અંગે બોર્ડ તથા આઇસીસી વચ્ચે મડાગાંઠ પડી છે.

વિરોધ | ભારતને બાંગ્લાદેશ, વેસ્ટ ઇન્ડીઝ, શ્રીલંકાનું સમર્થન, આઇસીસી ફરીથી સમીક્ષા કરશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો