તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • PSU બેન્કોનું ખાનગીકરણ કરવામાં નહીં આવે : જેટલી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

PSU બેન્કોનું ખાનગીકરણ કરવામાં નહીં આવે : જેટલી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જાહેરક્ષેત્રની બેન્કોની નાણાકીય સ્થિતિ સુધારવાને ઊંચી પ્રાથમિકતા આપતાં નાણાપ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું કે ભારત પીએસયુ બેન્કોના ખાનગીકરણ માટે તૈયાર નથી અને હાલનું જે બેન્કિંગનું માળખું છે તેને યથાવત્ રાખવામાં આવશે પણ આમાંથી આઇડીબીઆઇને બાકાત રખાશે. અમે કેલીક જાહેર ક્ષેત્રની બેન્કોનુંમ એકીકરણ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, અન્યથા બેન્કિંગ ક્ષેત્રે સ્પર્ધાત્મક વાતાવારણ ઊભું કરવામાં મુશ્કેલી પડશે. અમે એક કિસ્સામાં -આઇડીબીઆઇ બેન્કમાં સરકાર તેનો હિસ્સો ઘટાડીને 49 ટકા કરવાનું વિચારી રહી છે, એમ તેમણે જણાવ્યું હતું.હાલના સમયમાં એકીકરણની પ્રક્રિયા હાલના સમયમાં શક્ય છે, પણ મારું માનવું છે કે ભારતે કેટલીક બેન્કોની કામગીરીમાં મહત્ત્વની ભૂમિકા અદા કરવી પડશે. જ્યારે દેશમાં સામાજિક સ્તરે મોટા પાયે ધિરાણ થતું હોય ત્યારે તમારે અમુક સ્તરે સુધારા કરવા માટે જાહેર જનતાનો મત જાણવો જરૂરી છે. કેટલાક પસંદગીના સુધારા કરી શકાય છે, જેમ કે સરકાર બેન્કોમાનું હોલ્ડિંગ ઘટાડીને 52 ટકા કરવાની જાહેરાત કરી છે. તણાવગ્રસ્ત એસેટ મુદ્દે તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર એનપીએ ઘટાડવા માટે અનેક પગલાં લીધાં છે. કાંઈ એક ક્ષેત્રનો મુદ્દો નથી, અમે વિવધ ક્ષેત્રે એનપીએ ઘટાડવાની કોશિશ કરી રહ્યા છીએ. બેન્કો માટે બજેટમાં રૂ. 25,000 કરોડ કરેલી ફાળવણી સંદર્ભે તેમણે કહ્યું હતું કે સરકાર પીએસયુ બેન્કોમાં નાણાં ઠાલવવા તૈયાર હોવાનો સંકેત આપ્યો હતો

GSTનુંઅમલીકરણ લક્ષ્ય મુજબ :

જીએસટીએપરોક્ષ કરવેરામાં મોટો સુધારો અને એનું એક એપ્રિલ, 2017થી અમલીકરણ કરવાનું લક્ષ્ય છે. જે સૌપ્રથમ પ્રાથમિકતા છે. દેશ માટે મોટામાં મોટો સુધારો છે અને અમે એના અમલ માટે રાત-દિવસ એક કરી રહ્યા છીએ. અમે જીએસટીના અમલ માટે સમય સાથે તાલ મિલાવી રહ્યા છીએ, એમ જેટલીએ વધુમાં કહ્યું હતું.

CSO વ્યાવસાયિક સંસ્થા, IMFએ પણ ડેટા સ્વીકાર્યા

જીડીપીનાડેટા અંગેની ટીકાઓને હડસેલી નાખતાં નાણાપ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું કે સીએસઓ વ્યાવસાયિક સંસ્થા છે અને તેના ડેટાનો સ્વીકાર અગ્રણી આંતરરાષ્ટ્રીય સંસ્થા આઇએમએફે પણ કર્યો છે. હું નથી માનતો કે સીએસઓ (સેન્ટ્રલ સ્ટેસ્ટિક્સ ઓફિસ)ના વ્યાવસાયિકપણા અંગે સવાલ ઊભા કરી શકાય. તેઓ ખૂબ જવાબદાર અને પ્રોફેશલન સંસ્થા છે. આંતરરાષ્ટ્રીય ધોરણે પ્રકાશિત થયેલા અહેવાલમાં જો જૂની ગણતરી પદ્ધતિથી ગણતરી કરવામાં આવે તો ભારતનો ગ્રોથ 4.3 ટકા થયો છે, એનો જવાબ જેટલી આપી રહ્યા હતા.

સરકાર પોતાનો હિસ્સો ઘટાડી 52 ટકા કરી શકે છે પણ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો