તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ખાદ્યતેલ બજાર નરમ, એરંડા બજારમાં તેજી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાદ્યતેલ બજાર નરમ, એરંડા બજારમાં તેજી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખાદ્યતેલબજારમાં મંદી આગળ વધી હોય તેમ સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. બુધવારે સિંગતેલમાં રૂ.20નો ઘટાડો થતા છેલ્લા ત્રણ દિવસમાં 15 લિટરના ડબ્બે રૂ.50નું ગાબડું પડ્યું છે, જ્યારે કપાસિયા તેલમાં રૂ.10નો ઘટાડો થયો છે. એરંડા બજારમાં વાવેતર ઓછું થવાના અહેવાલના પગલે ભાવમાં કરંટ જાવા મળી રહ્યો છે.

ખાદ્યતેલ બજાર નરમ રહેતા સિંગતેલ 15 લિટર ડબ્બે રૂ.20નો ઘટાડો થતા ભાવ 2080 થયા હતા. કપાસિયા તેલ રિફાઇન ટીનમાં રૂ.10ના ઘટાડે ભાવ 1170-1190 અને કપાસિયા 15 લિટરના ભાવ 1095-1100 થયા હતા. અન્ય સાઇડ તેલના ભાવ સ્થિર રહ્યા હતા. સિંગતેલમાં ગત સપ્તાહથી મંદી ચાલુ થઇ છે અને હજુ ભાવમાં ગાબડા પડવાની સંભાવના વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. એરંડા બજારમાં માલની અછત થવાની ધારણાએ વાયદા બજારમાં તેજીનો પવન ફૂંકાયો છે. રાજકોટ સપ્ટેમ્બર એરંડા વાયદો રૂ.19 વધી 3732 પર બંધ રહ્યો હતો, જ્યારે હાજરમાં રૂ.50નો ઉછાળો થતા 3575 ભાવ થયા હતા. ગુજરાત સાઇડ 42 હજાર ગુણી અને સૌરાષ્ટ્રમાં 2200 ગુણીના કામકાજે ભાવ રૂ.10-15 વધી અનુક્રમે 715-730 અને 670-715 રહ્યા હતા. દિવેલ રૂ.5 વધી 755 થયું હતું.

ચણા,બેસન બજારમાં રૂ.100-300નું ગાબડું

ચણા,બેસન બજારમા તેજી લાંબી ટકી નથી, ગત સપ્તાહ દરમિયાન આવેલી તેજી બાદ ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે. દેશમાં ચોમાસુ અપેક્ષા મુજબ રહેતા ચણામાં ભાવ ઘટી રહ્યો છે. ચણમાં ક્વિન્ટલે રૂ.200નો ઘટાડો થતા ભાવ 7900-8000, ચણા દાળ રૂ.300 ઘટી ભાવ 10100-10300 થયા હતા. બેસનમાં રૂ.100નો ઘટાડો થતા ભાવ 7000-7100 રહ્યા હતા.

સિંગતેલમાં રૂ.20, કપાસિયામાં 10 રૂપિયાનો ઘટાડો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો