તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાહુલનો રોડ શો : કહ્યું પ્રજા ત્રસ્ત મોદી મસ્ત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહુલનો રોડ શો : કહ્યું પ્રજા ત્રસ્ત-મોદી મસ્ત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોરખપુર | કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલગાંધીએ ગોરખપુરમાં બુધવારે રોડ શો કર્યો હતો. વડાપ્રધાન મોદીને ફરી એકવાર સૂટબૂટની સરકારનો ટોણો મારી કહ્યું કે હાલ પ્રજા ત્રસ્ત છે

...અનુસંધાન પાનાં નં.17

અને મોદી મસ્ત છે. ખાટલા લૂંટની ઘટના અંગે કહ્યું કે ખેડૂતો ખાટલા લઈ ગયા તો તેમને ચોર, માલ્યા જેવો ઉદ્યોગપતિ ભાગી ગયો તો ડિફોલ્ટર કહેવાય છે. ...અનુસંધાન પાનાં નં.13મોદી ક્યારેક ઈંગ્લેન્ડ જાય છે ક્યારેક ચીન તો ક્યારેક જાપાન. તેમણે યાદ રાખવું જોઈએ કે તેઓ ભારતના વડાપ્રધાન છે અમેરિકાના નહીં. મોદીને ખેડૂતોની પડી નથી. તેમણે એવો દાવો કર્યો કે છેલ્લાં બે વર્ષમાં વડાપ્રધાન મોદીએ મોટા ઉદ્યોગપતિઓ અને ધનિક લોકોનું 1.10 કરોડ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું છે પરંતુ સમગ્ર દેશનો બોજો પોતાના ખભા પર ઉઠાવનારા ખેડૂતોને વડાપ્રધાન ભૂલી ગયા છે.

રાહુલ ગાંધીએ ખેડૂતોનું દેવું માફ કરવાની માગણી કરીને જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબો માટે સરકાર ચલાવવી જોઇએ અને રડી રહેલા ખેડૂતોની દુર્દશા પર ધ્યાન આપવું જોઇએ. ખેડૂતો રડી રહ્યા છે, ઉદ્યોગપતિઓ રડી રહ્યા નથી. ઉત્તરપ્રદેશમાં રાહુલની કિસાન યાત્રાનો બુધવારે બીજો દિવસ હતો. રોડ શોમાં પ્રદેશ ઇન્ચાર્જ ગુલામ નબી આઝાદ, રાજીવ શુક્લા અને કોંગ્રેસના અન્ય ઘણા નેતા ઉપસ્થિત રહ્યા છે.

યુપીએ સરકારે 70 હજાર કરોડનું દેવું માફ કર્યું હતું

રાહુલે જણાવ્યું કે જેવી રીતે અમે (યુપીએ સરકારે પોતાના કાર્યકાળમાં) 70 હજાર કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું હતું, એવી રીતે દેવું માફ કરવા માટે અમે ભાજપ સરકાર પર દબાણ કરીશું. અમે દિલ્હી સુધી યાત્રા કરીશું અને યાત્રા દરમિયાન ખેડૂતો સાથે વાત કરીશું, તેમની સમસ્યાઓ સાંભળીશું અને સમસ્યાઓ સમજીને તેમને મોદીજી સુધી પહોંચાડીશું.ખેડૂતો ખાટલા લઈ ગયા તો તેમને ચોર અને માલ્યા ભાગી ગયો તો તેને ડિફોલ્ટર કહો છો : રાહુલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો