• Gujarati News
  • ચોરવાડમાં ગદ્રે કંપની સામે કામદારોનું આંદોલન સમેટાયું

ચોરવાડમાં ગદ્રે કંપની સામે કામદારોનું આંદોલન સમેટાયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોરવાડનીગદ્રે કંપની સામે સલામતી સહિતનાં પ્રશ્નોએ 51 દિવસથી ચાલતા કામદારોનાં આંદોલનનો સુખદ અંત આવ્યો હતો. તંત્રએ કંપની મેનેજમેન્ટ સાથે બેઠક કરી સમાધાન કરાવ્યું હતું.

ચોરવાડથી ત્રણ કીમી અંતરે આવેલ ગદ્રે મરીન કંપનીમાં ગેસ ગળતરની ઘટનામાં 196 જેટલા કામદારોને અસર થયા બાદ સલામતીનાં પગલા લેવાને બદલે કંપનીએ સિકયુરીટીનાં માણસોને છુટા કરી દેતા મહાત્મા શ્રમજીવી સંઘનાં નેજા હેઠળ કામદારોએ પ્રતિક ઉપવાસ કરેલ અને કોઇ હકારાત્મક પ્રત્યુતર મળતાં ચાર કામદારોએ આત્મવિલોપનની કોશિષ કર્યા બાદ બે આગેવાનોએ અન્નજળનો ત્યાગ કરી દેતા આંદોલન વધુ ઉગ્ર બન્યું હતું. બીજી તરફ સરકારનાં શ્રમ વિભાગ દ્વારા હડતાળને ગેરકાયદેસર જાહેર કરાતા કામદારોમાં રોષ પ્રસરી ગયો હતો. ન્યાયી પ્રશ્ને ધારાસભ્ય સહિતનાં આગળ આવતા અને વિગતો મેળવી હતી. આખરે આજે કંપનીનાં મેનેજમેન્ટ સાથે કલેકટર આલોકકુમાર, ડે.કલેકટર માયાત્રા, માળિયાનાં મામલતદાર, ધારાસભ્ય બાબુભાઇ વાજા, ગડુના સરપંચ રમેશભાઇ વાજા, સાંસદ રાજેશ ચુડાસમાનાં પિતા નારણભાઇ, શ્રમજીવી સંઘનાં પ્રમુખ વિમલભાઇ ચુડાસમા સહિતની હાજરીમાં કામદારોની માંગણી સ્વીકારી સમાધાન થતા 51 દિવસથી ચાલતી હડતાળનો સુખદ અંત આવ્યો હતો. ઉપવાસીઓને કલેકટરે લીંબુ સરબત પાઇ પારણા કરાવ્યાં હતાં. કંપનીએ સલામતી અને હક્ક સહિતની માંગણીઓ સ્વીકારતા કામદારોમાં હર્ષની લાગણી પ્રસરી ગઇ હતી.

કામદારોમાં હર્ષ / કૃષ્ણકાંતલુક્કા

{તંત્રએ મેનેજમેન્ટ સાથે બેઠક કરી

સુખદ અંત| 51 દિવસથી સલામતી સહિતનાં પ્રશ્ને હડતાળ પર હતા