તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કાશ્મીરમાં રમખાણો માટે પાક. જવાબદાર : રાજનાથ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાશ્મીરમાં રમખાણો માટે પાક. જવાબદાર : રાજનાથ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કાશ્મીરમાંહાલનાં તોફાનો માટે કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે ગુરુવારે લોકસભામાં પાકિસ્તાનને જવાબદાર ઠરાવીને જણાવ્યું કે કાશ્મીરમાં આતંકવાદ પાકિસ્તાન પ્રાયોજિત છે અને ત્યાંની હિંસા ભડકાવવા માટે પાકિસ્તાન જવાબદાર છે. પાકિસ્તાને અમારા દેશના લોકોને ઉશ્કેરીને આતંકવાદને પ્રોત્સાહન આપવાની નીતિ બંધ કરવી જોઇઅે. અમારી આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરવાનો પાકિસ્તાનને કોઇ હક નથી. કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. પાકિસ્તાન કાશ્મીર પર દુષ્ટ નજર રાખી રહ્યું છે. કાશ્મીરમાં ચાર જિલ્લામાં કર્ફ્યુમાં રાહત આપવાનો વિચાર કરાયો હતો. પરંતુ આજે શુક્રવાર હોવાથી સ્થિતિ વધુ વણસવાની સંભાવનાએ કોઈ રાહત આપવામાં આવી નથી. કાશ્મીરની સ્થિતિ અંગે રાજ્યના મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તી સાથે વાત કરવામાં આવી છે.

પેલેટગનનો વિકલ્પ શોધાશે : ગૃહપ્રધાન

રાજનાથસિંહેજણાવ્યું કે કાશ્મીરની સ્થિતિ સુધરી રહી છે. ત્યાં હાલની હિંસામાં પેલેટ ગનથી વધુ નુકસાન થયું હોવાની બાબતને ધ્યાનમાં રાખીને તેનો વિકલ્પ શોધવામાં આવી રહ્યો છે. તેના માટે સમિતિની રચના કરવામાં આવશે અને સમિતિ બે મહિનામાં પોતાનો રિપોર્ટ સુપરત કરશે. તેમણે જણાવ્યું કે પેલેટ ગનના ઉપયોગથી એક વ્યક્તિ મારી ગઇ છે અને અન્ય 53 લોકો ઘવાયા છે.

નેશનલ કોન્ફરન્સે સર્વપક્ષીય બેઠકનો બહિષ્કાર કર્યો

મહેબૂબામુફ્તીની અધ્યક્ષતામાં યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં હિંસાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી છે. મુખ્ય વિરોધ પક્ષ નેશનલ કોન્ફરન્સે સર્વપક્ષીય બેઠકનો બહિષ્કાર કર્યો છે.

અખબારોનુંપ્રકાશન શરૂ

પાંચદિવસ પછી કાશ્મીરમાં સ્થાનિક અખબારોનું પ્રકાશન શરૂ થઇ ગયું છે. મુખ્યમંત્રી મહેબૂબાએ અખબારના સંપાદકો અને માલિકો સાથે મુલાકાત કરીને પ્રતિબંધ અંગે ખેદ વ્યક્ત કર્યો હતો. તેમણે મીડિયાની સ્વતંત્રતા જાળવી રાખવાની ખાતરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો