તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • જો કોઇ મને કહે છે કે હું કામ કરી શકીશ નહીં તો હું એજ કામ કરીને તે વ્યક્તિને ખોટી સાબિત કરું છું.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જો કોઇ મને કહે છે કે હું કામ કરી શકીશ નહીં તો હું એજ કામ કરીને તે વ્યક્તિને ખોટી સાબિત કરું છું.

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
‘જેટલુંઆપણે વિચારીએ છીએ, અાપણું શરીર તથા મન તેના કરતાં ઘણું વધારે મજબૂત હોય છે. 26 વર્ષીય બોડી બિલ્ડર ડીટર વેગેનરે પોતાના સ્લોગનને જીવનમાં અપનાવી લીધું છે. તેણે એપેન્ડિક્સની સર્જરીના 10 સપ્તાહ બાદ બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લઇને રમત પ્રત્યે પોતાની મજબૂત ઇચ્છાશક્તિ દેખાડી હતી. ડીટરે જણાવ્યું હતું કે એક દિવસ હું મારી ઓફિસમાં બેસીને કામ કરતો હતો અને અચાનક પેટમાં દુખાવો થવા લાગ્યો હતો. મેં તેની અવગણના કરી હતી. કેટલાક સમય બાદ દુખાવો અસહ્ય બન્યો હતો. હું ચક્કર ખાઇને પડી ગયો હતો. ત્યારે હું હોશમાં આવ્યો ત્યારે હોસ્પિટલમાં હતો. તબીબોએ મને જણાવ્યું હતું કે એપેન્ડિક્સ ફાટી ગયું છે અને સર્જરી કરાવવી પડશે.

ઓપરેશન બાદ તબીબોએ મને લગભગ સપ્તાહ સુધી વજન નહીં ઉઠાવવાની તાકિદ કરી હતી. મારા માટે નિરાશાજનક બાબત હતી. મારા જીવનની સૌથી કપરી પળો હતો અને હું વિશ્વાસ કરી શકતો નહોતો. મેં મારા જીવનમાં મારી જાતને આટલી નબળી ક્યારેય મહસૂસ કરી નહોતી. મેં બાબતને પડકાર તરીકે લીધી હતી. હું તબીબોને ખોટા પાડવા માગતો હતો. તેથી મેં ફરીથી જિમ્નેશિયમ જવાનું શરૂ કરી દીધું હતું. મેં અંગત ટ્રેનર ડોમિનિક હેલી નિયુક્ત કરી હતી. તેણે મારો ટ્રેનિંગ કાર્યક્રમ તથા ડાયટ ચાર્ટ તૈયાર કર્યો હતો. મારી ગર્લફ્રેન્ડ રોબેને પણ મને ઘણું પ્રોત્સાહન આપ્યું હતું. બંને મારા પ્રોગ્રેસ પર નજર રાખતા હતા. બંનેના કારણે હું આશાવાદી બની રહ્યો હતો અને ક્યારેય મનોબળને નબળું પડવા દીધું નહોતું. ધીરે ધીરે મારી બોડી ટોન્ડ થવા લાગી હતી. મેં તાજેતરમાં યોર્કશાયરમાં યોજાયેલી એનપીએ યોર્કશાયર ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. ડીટરના ટ્રેનરે જણાવ્યું હતું કે તે શાનદાર વ્યક્તિ છે. બોડી બિલ્ડિંગ માટેની પ્રતિબદ્ધતા ગજબની છે.

ઓપરેશન બાદ ડીટર. બીજી તસવીરમાં બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપ દરમિયાન.

એપેન્ડિક્સની સર્જરીના 10 સપ્તાહ બાદ મેદાનમાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો