તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધવન-કોહલીએ ભારતની બાજી સંભાળી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઓપનરશિખર ધવનની અણનમ અડધી સદી વડે ભારતે અહીં રમાતી પ્રથમ ટેસ્ટ મેચના પ્રારંભિક દિવસે 41 ઓવરમાં બે વિકેટે 126 રન બનાવી દીધા હતા. સમયે ધવન 109 બોલમાં 6 બાઉન્ડ્રી તથા એક સિક્સર વડે 68 તથા સુકાની કોહલી 45 બોલમાં 29 રન કરીને રમી રહ્યા હતા. અગાઉ ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે છેલ્લી પાંચ ટેસ્ટમાં સતત ટોસ જીત્યો છે. વર્તમાન ટેસ્ટ પહેલાં ભારતે સાઉથ આફ્રિકા સામેની તમામ ચાર ટેસ્ટમાં ટોસ જીત્યો હતો. ઓપનર મુરલી વિજય સાત રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. વિદેશમાં રમેલી ટેસ્ટમાં વિજયનું કંગાળ ફોર્મ જારી રહ્યું હતું અને તેણે સાત ઇનિંગ્સમાં 11.28ની સરેરાશથી માત્ર 79 રન બનાવ્યા છે.પૂજારા 16 રન કરીને આઉટ થયો હતો. કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં 3 હજાર રન પૂરા કરવાની સિદ્ધિ મેળવી હતી.

ભારત પ્રથમ ટેસ્ટમાં પાંચ બોલર્સ સાથે રમી રહ્યું છે. ટીમમાં ત્રણ ઝડપી બોલર ઉમેશ યાદવ, ઇશાન્ત શર્મા તથા મોહમ્મદ શમી અને સ્પિનર્સમાં અશ્વિન અને અમિત મિશ્રાને સામેલ કરવામાં આવ્યા છે. રવીન્દ્ર જાડેજાને તક અપાઇ નથી. બીજી તરફ રોસ્ટન ચેસ વેસ્ટ ઇન્ડીઝ તરફથી ટેસ્ટ મેચમાં પદાર્પણ કરી રહ્યો છે.

ભારતના ઓપનર મુરલી વિજયને આઉટ કર્યા બાદ બોલર ગેબ્રિયલને વેસ્ટ ઇન્ડીઝ ટીમના ખેલાડીઓએ અભિનંદન આપ્યા હતા.

પ્રથમ ટેસ્ટ |41 ઓવરમાં ભારતના 2/126, શિખર ધવન 68*, કોહલીના 3 હજાર રન પૂરા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો