તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સારી વ્યક્તિ છે જે બદલાતા સંબંધો સમજે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સારી વ્યક્તિ છે જે બદલાતા સંબંધો સમજે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વારના 4:25 વાગ્યાનો સમય હતો. દિવસ હતો 7 જાન્યુઆરી, 1996નો. ચેન્નઈના દુરના ઉપનગર તાંબરમમાં હળવા શિયાળાનો સમય હતો. રાજી શંકરના 91 વર્ષીય સસરા જગદેશન તેમાં અપવાદ નથી, જે અલ્ઝાઇમર રોગના લાસ્ટ સ્ટેજમાંથી પસાર થઈ રહ્યાં છે. એક દિવસ પહેલા અઠવાડિયા માટે એક વ્યવસ્થા હેઠળ તેમને ત્યાં આવ્યા હતા, કેમ કે જગદેશનનું મોટું કુટુંબ કોઈ લગ્ન સમારંભ પ્રસંગે બીજા ઉપનગરમાં ભેગુ થઈ રહ્યું હતું.જ્યારે રાજી ગરમ કૉફી લઈને ત્યાં પહોંચી ત્યારે તેમને અનુપસ્થિત જોઈને ભયભીત થઈ ગઈ. બે યુવાન બાળકો સાથે તેણે બધી સંભવિત જગ્યાઓ પર તેમને શોધ્યા, પરંતુ કોઈ પરિણામ મળ્યું. બસ સ્ટેન્ડ, રેલવે અને પુલિસ સ્ટેશન ઉપર પોતે જઈને જોયું. લગ્ન સમારંભમાં ફક્ત જરુરી લોકો રહ્યાં, બાકીના બધા જગદેશનને શોધવામાં લાગી ગયા.

શોધનારા લોકોના પ્રબંધકની ભૂમિકા નિભાવી રહેલી રાજીને સૂઝ્યું કે, લેન્ડલાઇન ફોન દ્વારા હૉસ્પિટાલોમાં ખબર મેળવવામાં આવે, પણ રાત્રે 9 વાગ્યે તેને સૂચના મળી કે એક વૃદ્ધ વ્યક્તિને સંધ્યાટાણે ઘાયલ અવસ્થામાં દાખલ કરવામાં આવ્યા છે. શોધનારા સમૂહના દરેક લોકોને ધીમે ધીમે સૂચના મળી અને બધા લોકો જગદેશન પાસે પહોંચી ગયા, જે ડૉક્ટર સાથે વાત કરી રહ્યાં હતા અને પોતાના વિશેનું તમામ જ્ઞાન ખોઈ ચૂક્યા હતા, જે આપણા અસ્તિત્વનો આધાર છે.

લાગણીમાંથી હું ત્યારે પસાર થયો જ્યારે મેં ક્રાઉડ ફંન્ડિગથી બનેલી પહેલી મરાઠી ફિલ્મ ‘અસ્તુ’ જોઈ. ડૉ. મોહન આગાશે દ્વારા અભિનીત એક અધિકારીની માર્મિક વાર્તા, જે અલ્ઝાઇમરથી પીડિત છે અને એક હાથી તથા મહાવતની પાછળ-પાછળ જઇને 24 કલાક માટે ખોવાઈ જાય છે. ‘અસ્તુ’ની શરુઆતમાં એક પાત્ર કહે છે, ‘સત્ય હંમેશા ચેતના દ્વારા ઉપજે છે. જ્યાં ચેતના નથી હોતી, ત્યાં કોઈ સત્ય નથી હોતું.’ તે પંક્તિઓ ફિલ્મનો આધાર છે. વાર્તા ઘટનાઓની ચેઇનમાંથી પસાર થતા વૈચારિક અને દાર્શનિક ચર્ચા સુધી પહોંચે છે કે, માનવ હોવાનો અર્થ શું છે અને દરમિયાન પરિવારના વડિલ તથા યુવાન સદસ્યો વચ્ચે બદલતા સંબંધોની વાત થતી જાય છે, ખાસ કરીને જ્યારે વડિલને અલ્ઝાઇમર જેવો કોઈ રોગ થઈ જાય.

ફંડા છે કે સારો માનવ છે જે પરિવારમાં બદલાતી પરિસ્થિતિઓના કારણે બદલાતા સંબંધોને સમજતો હોય.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો