તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • બિલ્ડરોને ત્યાંના ત્રીજા દિવસે આઇટીના દરોડા યથાવત્

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિલ્ડરોને ત્યાંના ત્રીજા દિવસે આઇટીના દરોડા યથાવત્

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આવકવેરાવિભાગની વિંગના દરોડા હોય કે રેન્જનો સરવે હોય દર વખતે અધિકારીઓને એક ચિંતા રહે છે કે તપાસ અગાઉ માહિતી લીક થઈ જાય. કારણોસર વરાછાના બે બિલ્ડર ગ્રુપને ત્યાં હાથ ધરાયેલાં સરવેમાં અધિકારીઓની ટીમ પહેલાં વડોદરા ગઈ અને ત્યાંથી સવારે સુરત આવી હતી. ગુરુવારે ત્રીજા દિવસે બિલ્ડર ગ્રુપને ત્યાં સરવે યથાવત રહ્યો હતો. અધિકારીઓ હાલ 7 સ્થળે તપાસ કરી રહ્યા છે. પેનલ્ટીના ડરના લીધે કેસમાં ડિસ્કલોઝર આવે છે કે કેમ જોવા જેવું રહેશે. આઇટીની ડેકલેરેશન સ્કીમની શરૂઆત વચ્ચે ડીઆઇ વિંગે વરાછાના એસઆરકે અને રાધિકા બિલ્ડર ગ્રુપને ત્યાં તપાસ કરાઈ હતી. તેમના કામરેજ સ્થિત કોમર્શિયલ પ્લસ રેસિડેન્સિયલ પ્રોજેક્ટ પર તપાસ કરાઈ હતી. સ્થળ પર પહોંચતા પહેલાં અધિકારીઓ કચેરીએ જમા થઈને વડોદરા જવા નીકળ્યા હતા અને પહેલાં કામરેજ સ્થિત પ્રોજેકટ પર પહોંચ્યા હતા. આઇટી સૂત્રો કહે છે કે રમેશભાઈ નામના એક પાર્ટનર સિવાય તમામ પાર્ટનર હાજર હતા. સરવેના ત્રીજા દિવસે બિલ્ડર રમેશભાઈ બહારગામથી આવી જતાં આઇટી અધિકારીઓએ તમામનું ડિટેઇલ સ્ટેટમેન્ટ લેવાની શરૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો