તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કોંગી કાર્યકરોના સૂત્રોચ્ચારથી અન્ય દર્દીઓ પરેશાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગી કાર્યકરોના સૂત્રોચ્ચારથી અન્ય દર્દીઓ પરેશાન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કોંગી કાર્યકરોના સૂત્રોચ્ચારથી અન્ય દર્દીઓ પરેશાન

રાહુલગાંધી સિવિલ હોસ્પિટલે પહોંચ્યા તે સાથે ત્યાં હાજર કોંગી કાર્યકરોએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. સૂત્રોચ્ચારથી ઇમર્જન્સી વોર્ડમાં દાખલ અન્ય દર્દીઓ માટે પરેશાની ઊભી થઇ હતી.

કાર્યકરોનેમળવા રાહુલ પહોંચતા સુરક્ષા કર્મીઓ હેરાન

સિવિલહોસ્પિટલમાં ઇમર્જન્સી વોર્ડમાંથી અસરગ્રસ્તોને મળી રાહુલ ગાંધી વોર્ડની બહાર નીકળ્યા હતા, બહાર નીકળેલા રાહુલે હાથથી તમામનું અભિવાદન ઝીલ્યું હતું અને કારમાં બેસી ગયા હતા, રાહુલ ગાંધીને કાર્યકરો સુધી લઇ જવાની વાત કરનાર આગેવાને કાર પાસે જઇ કાર્યકરોને મળવાનું કહેતાં રાહુલ અચાનક કારમાંથી ઉતર્યા હતા અને કાર્યકરોનો જમેલો હતો ત્યાં પહોંચી ગયા હતા. અચાનક રાહુલ લોકોની વચ્ચે જતા તેમના સુરક્ષા કર્મીઓમાં દોડધામ મચી ગઇ હતી.

રાહુલનાગયા બાદ ટોળાંની પોલીસ સાથે ઝપાઝપી

રાહુલનોકાફલો રવાના થતાં હોસ્પિટલે હાજર રહેલા દલિત સમાજના લોકો પણ ચાલતા થયા હતા. ત્યારે ફરજ પર રહેલા પોલીસમેન સાથે બોલાચાલી શરૂ થઇ હતી. ઉશ્કેરાયેલા ટોળાંએ પોલીસમેનનો કાઠલો પકડી લઇ તેને આડેહાથ લીધો હતો. દૃશ્ય જોઇ પીએસઆઇ દોડી ગયા હતા અને તેમણે ટોળાંને સમજાવીને વિખેર્યું હતું. ટોળાંમાં રહેલા લોકોએ કહ્યું હતું કે, પોલીસમેને અપશબ્દો બોલતા તેને માફી માગવાનું કહ્યું હતું, અંતે કોન્સ્ટેબલે માફી માગી હતી.

મોટા સમઢિયાળાની ઘટનાથી દ્રવી ઉઠેલા ગોંડલના યુવક જગદીશભાઇ મકવાણાએ ઝેર પી લેતાં તેને રાજકોટ સિવિલમાં ખસેડાયા હતા. જગદીશભાઇ મકવાણાને મળી રાહુલ ગાંધીએ પૂછ્યું હતું કે,‘ શા માટે દવા પીધીω’. યુવકે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે તેવું રાહુલ ગાંધી સમક્ષ કહ્યું હતું. જગદીશભાઇએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીએ તેના મોબાઇલ નંબર લીધા હતા અને બે દિવસ બાદ ફોન કરશે તેવું કહ્યું હતું.

રાહુલ ગાંધીએ એક અસરગ્રસ્તનો મોબાઇલ નંબર લીધો, બે દિવસ બાદ ફોન કરશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો